Rajya Sabha Election: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, આ તારીખે થશે મતદાન

Breaking News : ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડતી ચાર બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર,,, આઠમી ફેબ્રુઆરીએ જાહેર થશે નોટિફિકેશન,,, વિધાનસભામાં ભાજપની સ્થિતિ જોતા તમામ બેઠકો ભાજપના ફાળે જવાનું નક્કી...

Rajya Sabha Election: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, આ તારીખે થશે મતદાન

Gujarat Rajya Sabha Election : લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. રાજ્યસભાની 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જે માટે 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે. 27 ફેબ્રુઆરીએ 4 બેઠકો માટે મતદાન યોજાશે. આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય નક્કી જ છે.   

ચૂંટણી પંચ દ્વારા વિવિધ 15 રાજ્યોની રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. જે નીચે મુજબ છે. 

  • આંધ્રપ્રદેશ - 3 બેઠક
  • બિહાર - 6 બેઠક
  • છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ - 1 બેઠક
  • ગુજરાત - 4 બેઠક
  • કર્ણાટક - 4 બેઠક
  • મધ્ય પ્રદેશ - 5 બેઠક
  • મહારાષ્ટ્ર - 6 બેઠક
  • તેલંગાણા - 3 બેઠક
  • ઉત્તર પ્રદેશ - 10 બેઠક
  • પશ્ચિમ બંગાળ - 5 બેઠક
  • ઓરિસ્સા - 3 બેઠક
  • રાજસ્થાન - 3 બેઠક

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકોમાંથી 4 બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યસભાની 4 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પડશે. 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. અને 27 ફેબ્રુઆરીએ 4 બેઠકો માટે મતદાન યોજાશે. ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય નક્કી છે. કેમ કે, વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો છે. એટલે પૂરતું સંખ્યા બળ હોવાથી કોંગ્રેસના ફાળે રાજ્યસભાની જે 2 બેઠકો છે તે પણ ભાજપને મળી જશે. એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારેય બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે. જેમનો કાર્યકાળ 2026માં પૂરો થવાનો છે.

મહત્વનું છેકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 156 બેઠકો આવી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠક આવી હતી. જોકે હાલમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં વિધાનસભામાં સંખ્યાબળ માત્ર 15 જ રહ્યું છે. એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ચારેય બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જોકે આ ચારેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે. 

election_commission_zee.jpg

રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયુ છે કે, દર 2 વર્ષે 250માંથી 1/3 સાંસદોની ચુંટણી યોજાય. સાંસદોની મુદ્દત 6 વર્ષની હોય છે.  આગામી સમયની વાત કરવામાં આવે તો આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતા ઓછુ છે. એટલે સ્વાભાવિક રીતે આ વખતની રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી રહેવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news