Winter Special Soup: શિયાળાની ઠંડીમાં આ સૂપ તમને રાખશે ગરમ! આખુ વર્ષ બોડી રહેશે હીટ એન્ડ ફીટ

શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકો ગાર્ડનમાં કસરત કરીને ઠંડીને ઉડાડે છે અને સૂપ પીવે છે. અલગ અલગ પ્રકારના સૂપ પીને લોકો વિટામીન, મિનરલ્સ મેળવતા હોય છે. જેમ કે બીટ, સરગવો, આમળા, ઘઉંના જવારા અને ગાજર. આ સૂપ પીને લોકો નિરોગી રહે છે અને આસાનીથી રોગપ્રતિકાર શક્તિ વધારી શકે છે.

Winter Special Soup: શિયાળાની ઠંડીમાં આ સૂપ તમને રાખશે ગરમ! આખુ વર્ષ બોડી રહેશે હીટ એન્ડ ફીટ

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના (Corona Virus) ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં તમે કેવી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારશો અને કેવી રીતે નિરોગી બનશો?. આ સવાલનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી રહેશે. શિયાળાની ગુલાબી ઠંડીમાં લોકો ગાર્ડનમાં કસરત કરીને ઠંડીને ઉડાડે છે અને સૂપ પીવે છે. અલગ અલગ પ્રકારના સૂપ પીને લોકો વિટામીન, મિનરલ્સ મેળવતા હોય છે. જેમ કે બીટ, સરગવો, આમળા, ઘઉંના જવારા અને ગાજર. આ સૂપ પીને લોકો નિરોગી રહે છે અને આસાનીથી રોગપ્રતિકાર શક્તિ વધારી શકે છે.

સરગવાનો સૂપ પીવાના ફાયદા-
સરગવાનો સૂપ પીવો સૌથી વધુ ફાયદાકારક હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ‘સી’ મળી આવે છે. વિટામીન ‘સી’ ઉપરાંત તે બીટા કેરોટીન, પ્રોટીન અને ઘણા પ્રકારના કુદરતી રસાયણોથી ભરપુર હોય છે. તે મેગ્નીશીયમ, પોટેશિયમ અને ફાઈબરથી ભરપુર હોય છે. તે બધા તત્વો શરીરનો સંપૂર્ણ વિકાસ માટે ખુબ જરૂરી છે. સરગવાનો સૂપ નિયમિત રીતે પીવાથી સેકસ્યુઅલ હેલ્થ સારી રહે છે. અને સરગવો મહિલા અને પુરુષ બન્ને માટે એક સરખો જ ફાયદાકારક છે. જેમને અસ્થમાની તકલીફ હોય, તેમના માટે પણ સરગવાનો સૂપ પીવો ફાયદાકારક રહે છે. પ્રાચીન સમયથી શરદી-ખાંસી અને કફથી છૂટકારો મેળવવા માટે તેનો ઉપયોગ ઘરગથ્થું ઔષધી તરીકે કરવામાં આવે છે. સરગવાનો સૂપ લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે. લોહી શુદ્ધ થવાને લીધે ચહેરા ઉપર પણ નિખાર આવે છે.

આમળાનો રસ પીવાના ફાયદા-
શિયાળામાં લીલી ભાજીઓથી લઇને આમળા સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે.
આમળામાં નારંગી કરતા વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ તેમા અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા ડોક્ટર્સ અને ડાયટિશીયન પણ રોજ આમળાનો રસ પીવાની સલાહ આપે છે. દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી મળી જાય છે. પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે.

બીટનો સૂપ પીવાના ફાયદા-
બીટની ગણના કંદમૂળમાં થાય છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ સલાડમાં કરતા હોય છે. આ ઉપરાંત ટામેટાના સૂપમાં પણ રંગ તથા સ્વાદ વધારવા માટે લોકો બીટનો ઉપયોગ કરતા હોય છે. બીટ નબળાઇ દૂર કરનાર રક્તશોધક તથા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. રક્તની ઊણપમાં બીટનો 100-200 ગ્રામ જેટલા રસમાં સપ્રમાણ ગાજર ઊમેરી સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે. જે મહિલાઓ ખાસ કરીને ગર્ભવતી હોય અને રક્તની કમી હોય તે મહિલાઓ માટે બીટનું સેવન લાભકારી છે. સાથે માસિકધર્મમાં દર મહિને થતા દુ:ખાવાથી રાહત પામવા કાચુ બીટ ખાવું ખૂબ ફાયદાકારક છે. ચરબીના થર ઘટાડવામાં પણ બીટ ગુણકારી છે. બહુ ઓછા લોકો જાણે છે કે બીટનો જ્યૂસ પીવાથી શરીરની તાકાત વધે છે. કિડની, યકૃત તથા પિત્તાશયના વિકારોમાં બીટ અને કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.

ઘઉંના જવારાનો રસ પીવાના ફાયદા-
ઘઉંના જવારાનું જ્યુસ આરોગ્ય માટે પ્રકૃતિની સંજીવની બુટી છે. ઘઉંના  જવારામાં શુદ્ધ રક્ત બનાવવાની શક્તિ હોય છે. ત્યારે જ તો આ જ્વારાના રસને ગ્રીન બ્લડ કહેવામાં આવે છે. આને ગ્રીન બ્લડ કહેવાનુ એક કારણ એ પણ છે કે ઘઉંના  જવારાનો રસ અને માનવ રૂધિર બંનેનું પી.એચ ફેક્ટર 7.4 જ છે. જેને કારણે તેનું સેવન કરવાથી તેનુ રક્તમાં જલ્દી અભિશોષણ થઈ જાય છે. ઘઉંના જવારાનું સૌથી મહત્વપુર્ણ તત્વ છે ક્લોરોફિલ. આ ક્લોરોપ્લાસ્ટ નામના વિશેષ પ્રકારના કોષોમાં હોય છે. ક્લોરોપ્લાસ્ટ સૂર્ય કિરણોની મદદથી પોષક તત્વોનુ નિર્માણ કરે છે. એ જ કારણ છે કે ડોક્ટર વર્શર ક્લોરોફિલને સકેન્દ્રિત સૂર્ય શક્તિ કહે છે. આમ તો લીલા રંગની બધી વનસ્પતિયોમાં ક્લોરોફિલ હોય છે. પણ ઘઉંના જ્વારાનુ ક્લોરોફિલ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. ક્લોરોફિલ ઉપરાંત તેમા ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને એંટી-ઓક્સીડેંટ પણ હોય છે. ઘઉંના  જવારા રક્ત અને રક્તસંચાર સંબંધી રોગો, રક્તની કમી, ડાયાબિટીઝ, કેંસર, ત્વચા રોગ, મોટાપા, કિડની અને પેટ સંબંધી રોગના ઉપચારમાં લાભકારી છે.

ગાજરના સૂપ પીવાના ફાયદા-
આંખનું તેજ વધારવું હોય કે ત્વચાની સુંદરતા... તેના માટે ગાજરનું સેવન ઉત્તમ ઉપાય છે. શિયાળામાં ગાજર ખાવાથી અનેક ફાયદા થાય છે. ગાજર ખાવાથી માત્ર સુંદરતા વધે છે તેવું નથી તેનાથી અન્ય ફાયદા પણ થાય છે. ગાજરમાં બીટા કેરોટિન, વિટામિન એ, વિટામિન સી, ખનિજ, વિટામિન બી 1 ની સાથે સાથે એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જો તમે ગાજરનું સેવન રોજ કરો તો તેનાથી તમારા સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

 

1.ગાજર નિયમિત રીતે ખાવાથી આંખની રોશની સુધરે છે. ગાજર ખાવાથી રંતાંધણાપણું પણ ઘટે છે. તે મોતિયાની તકલીફને પણ દૂર કરે છે.
2. ગાજરનું સેવન રોજ કરવાથી ફેફસાં, બ્રેસ્ટ અને કોલોન કેન્સરનું જોખમ ઘટે છે. એક માત્ર ગાજર એવું છે જેમાં ફાલ્કેરિનોલ નામનું કીટનાશક હોય છે. અનેક સર્વેમાં જાણવા મળ્યું છે કે ગાજરનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે.
3. ગાજરનું સેવન કરવાથી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે. તે એન્ટી એજિંગ એજન્ટનું કામ કરે છે. તે શરીરની કોશિકાઓની સ્થિતી પણ સુધારે છે.
4. ગાજરમાં જે ગુણ હોય છે તેનાથી શરીરમાં કોઈ પ્રકારનો ચેપ લાગતો નથી.
5. ગાજર ખાવાથી તબીયત સુધરી જાય છે. સૂર્યના તડકાથી થતા નુકસાનને પણ ગાજર દૂર કરે છે. ગાજર ખાવાથી ત્વચા ઉપરાંત વાળ અને નખ પણ સુધરે છે.
6. ગાજરના જ્યૂસમાં સંચળ, ધાણાના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબૂનો રસ ઉમેરી નિયમિત રીતે પીવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે.
7. એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે ગાજરનું સેવન કરે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. ગાજર નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં ઘટે છે.
8. ગાજર ખાવાથી દાંત પણ સારા રહે છે. દાંત સાફ કરવા ઉપરાંત ગાજરથી શ્વાસ સ્વચ્છ થાય છે અને પેઢા મજબૂત થાય છે.
9. જો શરીર પર દાઝી ગયા હોય તો તેના પર ગાજરનો રસ લગાવવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news