ગુજરાતના આ સ્થળે 6 મહિનાથી ન્યાય માટે ઝાડ પર લટકી રહ્યો છે યુવકનો મૃતદેહ

આમ તો ન્યાય મેળવવા માટે લોકો અનેક પ્રયાસો કરતા હોય છે અને અનેક કચેરીઓના પગથીયા સુધ્ધા ઘસી નાંખતા હોય એટલા ધક્કા ખાતા હોય છે પરંતુ સાબરકાંઠાના પોશીના તાલુકાના ટાઢી વેડી ગામના બાવીષ વર્ષીય યુવાનની લાશ છેલ્લા છ માસથી ન્યાય ઝંખીને ઝાડ પર લટકી રહી છે.  

Updated By: Jun 10, 2019, 10:01 PM IST
ગુજરાતના આ સ્થળે 6 મહિનાથી ન્યાય માટે ઝાડ પર લટકી રહ્યો છે યુવકનો મૃતદેહ

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: આમ તો ન્યાય મેળવવા માટે લોકો અનેક પ્રયાસો કરતા હોય છે અને અનેક કચેરીઓના પગથીયા સુધ્ધા ઘસી નાંખતા હોય એટલા ધક્કા ખાતા હોય છે પરંતુ સાબરકાંઠાના પોશીના તાલુકાના ટાઢી વેડી ગામના બાવીષ વર્ષીય યુવાનની લાશ છેલ્લા છ માસથી ન્યાય ઝંખીને ઝાડ પર લટકી રહી છે.

સાબરકાંઠાના સરહદી વિસ્તારની સાબરકાંઠાના પોશીના તાલુકાના ટાઢીવેડી ગામ રાજસ્થાન સરહદ પર આવેલુ છેવાડાનુ ગામ છે. અને ત્યાં વસતા જોવનાભાઇ ગમારના બાવીસ વર્ષના પુત્ર ભટીયા ગમારે પ્રેમસંબંધમાં જીવ ગુમાવ્યો હતો પણ જેમ મોત બાદ પણ પ્રેમ પણ વિરહ ભોગવતો હોય છે તેમ ભટીયાની લાશ પણ ન્યાયના વિરહમાં રાહ જોઇને બેઠી છે. 

ભટીયાને પોશીનાના આંજણી ગામન નજીકથી લાશ ગત વર્ષ ડીસેમ્બર માસમાં મળી આવી હતી. અને ત્યાર બાદએ લાશને પોલીસે તપાસ કરીને તેના પરીવારને અંતિમ સંસ્કાર માટે સોંપી હતી પરંતુ પરીવારે અંતીમ સંસ્કાર કરવાને બદલે લાશને જ ન્યાય માંગવા માટે ઝાડ પર લટકતી મુકી દીધી છે. ન્યાય જ્યાં સુધી નહી મળે ત્યાં સુધી લાશના અંતિમ સંસ્કાર નહી કરવામાં આવે તેવો દાવો કર્યો છે.

મહેસાણા: દૂધસાગર ડેરી દ્વારા દૂધના કિલોફેટ દીઠ ભાવમાં 25 રૂપિયાનો કરાયો વધારો

પરિવાર જનોએ પણ ન્યાયમાં જે યુવતી સાથે ભટીયાને પ્રેમસંબંધ હતો તે યુવતીના પરીવાર જનોએ જ તેની હત્યા કરી હોવાનું માનવું છે અને જેને લઇને પોલીસે પણ તપાસ હાથ ધરી હતી પરંતુ પોલીસે અકસ્માત મોતનુ ગુન્હો શરુઆતમાં જ નોંધીને પોશીના પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે પોશીના પોલીસે શરુઆતમાં લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ પણ કરાવ્યુ હતુ. અને જેમાં રીપોર્ટ પણ આત્મહત્યા હોવાનું સામે આવ્યાનુ પોલીસે દાવો કર્યો છે. 

અમદાવાદ: વસ્ત્રાપુરમાં મહિલા તબીબે ચોથા માળેથી લગાવી મોતની છલાંગ

આ યુવકના પરિવારના લોકોએ આક્ષેપ કર્યો છે કે, યુવતીના પરિવાર જનોએ હત્યા કરી છે. પોલીસ આ રજુઆતને માનવા તૈયાર નથી અને જેને લઇને પરીવાર જનોએ પણ પોતાના દાવાને વળગી રહીને લાશને હવે ન્યાય અપાવવા માટે અંતિમ સંસ્કાર નહી કરવાનો નિર્ણય કર્યો છે. અને જેને લઇને હવે લાશને ઘર નજીક લીમડાના ઝાડ પર ખાટલામાં મુકીને લટાકાવી દીધી છે. અને એમને એમ દીવસો પસાર થઇ રહ્યા છે.

પોલીસે હવે આ મામલે સામાજીક રીતે ઉકેલ લાવીને સમજાવટથી લાશના અંતિમસંસ્કાર કરવા પ્રયાસ કરવામાં આવશે પણ સવાલ એ છે કે, પોલીસ દ્વારા છ માસથી કોઇ જ પગલા ભર્યા નહી અને સમજાવવા માટે પ્રયાસ કરીને ઉકેલ લાવવાનો વાયદો કર્યો છે. પરંતુ હવે લાશને ખરેખર જ ન્યાય ક્યારે મળશે અને આ ઝાડ પરથી મુક્તી ક્યારે મળશેએ પણ હજુ દીવસો જ ગણ્યે છુટકારો મળશે.