કાશ્મીર: પથ્થરમારાના કારણે CRPFની ટ્રકના ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવ્યો, 2 જવાનોના મોત
દક્ષિણ કાશ્મીરના કોકરનાગના હિલર વિસ્તારમાં અર્ધસૈનિક દળના એક બુલેટપ્રુફ વાહનની અડફેટે આવી જતા આજે સાંજે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના બે જવાનોના મોત થયા.
Trending Photos
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગના કોકરનાગના હિલર વિસ્તારમાં અર્ધસૈનિક દળના એક બુલેટપ્રુફ વાહનની અડફેટે આવી જતા આજે સાંજે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના બે જવાનોના મોત થયા. પોલીસે આ અંગે જાણકારી આપતા કહ્યું કે વિસ્તારમાં પથ્થરમારાના કારણે વાહનના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો જેના કારણે આ દુર્ઘટના ઘટી. સીઆરપીએફના જવાનો વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવ્યાં બાદ પોતાના શિબિર તરીફ પાછા ફરી રહ્યાં હતાં ત્યારે આ દુ:ખદ દુર્ઘટના ઘટી.
પોલીસના જણાવ્યાં મુજબ સાંજે પાછા ફરતી વખતે સીઆરપીએફના બુલેટપ્રુફ વાહન પર પથ્થરમારો થયો. રૂપ સિંહ નામના ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવ્યો અને વાહન એક મોટરસાઈકલ સાથે ટકરાઈ ગયું. આ મોટરસાઈકલ પર સીઆરપીએફના બે જવાન રિયાઝ અહેમદ વાની અને નિસાર અહેમદ વાની સવાર હતાં. બંને જવાનોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.
#UPDATE: 2 CRPF personnel of 164 Battalion lost their lives when their motorcycle was hit by CRPF truck after the driver lost control of the vehicle which came under stone pelting. 3 personnel injured. pic.twitter.com/qFCyopS0qY
— ANI (@ANI) April 4, 2018
બુલેટપ્રુફ વાહનના ડ્રાઈવરને માથામાં ઈજા થઈ છે. તેને શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી વસ્તુઓ ઘટનાસ્થળે મોકલી દેવાઈ છે. આ દરમિયાન 3 જવાનોના ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે. અત્રે જણાવવાનું કે રવિવારે શોપિયા એન્કાઉન્ટર બાદથી કાશ્મીર ઘાટીમાં તણાવ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે