ડ્રાયફ્રૂટના સેવનથી થાય છે આ 5 નુકસાન, જાણીને વિશ્વાસ નહીં કરી શકો

ડ્રાયફ્રૂટના ફાયદા તો બધા જાણે છે પરંતુ શું તેના સેવનથી નુકસાન પણ થઈ શકે છે તે તમે જાણો છો ખરા? ખાસ વાંચો આ અહેવાલ.

ડ્રાયફ્રૂટના સેવનથી થાય છે આ 5 નુકસાન, જાણીને વિશ્વાસ નહીં કરી શકો

નવી દિલ્હી: ડ્રાયફ્રૂટના ફાયદા તો બધા જાણે છે પરંતુ શું તેના સેવનથી નુકસાન પણ થઈ શકે છે તે તમે જાણો છો ખરા? ખાસ વાંચો આ અહેવાલ. ડ્રાયફ્રૂટનું સેવન સ્વાસ્થ્ય માટે સારૂ રહે છે પરંતુ જો તેને વધુ માત્રામાં ખાવામાં આવે તો તે શરીરને ફાયદો પહોંચાડવાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. ડ્રાયફ્રૂટમાં પોષક તત્વો અને ઉર્જાનો ભંડાર હોય છે. તેને ખાવાથી ચહેરામાં પર નિખાર આવે છે અને શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. જો કે તેને ડાયેટમાં સામેલ કરતા પહેલા ન્યૂટ્રીશિયન એક્સપર્ટની ખાસ સલાહ લો. ખાસ કરીને જે લોકોને કિડની, હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ડાઈજેશન સંબંધી બીમારી હોય તેમણે ડોક્ટરની સલાહ બાદ જ ડ્રાયફ્રૂટને પોતાના ડાયેટમાં સામેલ કરવું જોઈએ. આવો જોઈએ કે કઈ રીતે ડ્રાયફ્રૂટ તમને નુકસાન પહોંચાડી શકે.

(1) પાચનતંત્ર બગાડી શકે છે
ડ્રાયફ્રૂટમાં ફાઈબર પૂરતી માત્રામાં હોય છે. ફાઈબર આપણા શરીર માટે જરૂરી છે પરંતુ જરૂરિયાતથી વધુ ફાઈબરનું સેવન પાચનતંત્ર બગાડી શકે છે. ડ્રાઈફ્રૂટની તાસીર ગરમ હોય છે. આથી તેને પલાળીને ખાઓ તે સારું. વધુ પડતા ડ્રાયફ્રૂટ ખાવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ન્યૂટ્રીશન એક્સપર્ટની માનો તો એક દિવસમાં 5 બદામ શરીર માટે પૂરતી છે. જો તમારે તેનાથી વધુ ખાવી હોય તો ધીરે ધીરે તેની માત્રા વધારો

(2) ઝડપથી વજન વધે છે
ડ્રાયફ્રૂટના સેવનથી ઝડપથી વજન વધે છે. MayoClinic.com ના રિસર્ચ મુજબ 3500 કેલેરીનું સેવન કરવાથી 1 પાઉન્ડ વજન વધે છે. ડાયેટ ચાર્ટમાં ડ્રાયફ્રૂટને સામેલ કરવા પર તમે 250 કેલેરી વધુ લેવા લાગો છો. જે મુજબ એક મહિનામાં 2 પાઉન્ડ વજન સરળતાથી વધે છે.

(3) દાંત માટે નુકસાનકારક
ડ્રાયફ્રૂટમાં સાકરની માત્રા વધુ હોય છે જે ફ્રુક્ટોઝ ફોર્મમાં હોય છે. માર્કેટમાં મળતા મોટાભાગના ડ્રાયફ્રૂટ મોઈશ્ચરથી બચવા માટે શુગર કોટિંગમાં રખાય છે. જે દાંત માટે સારી નથી. ખાધા પછી તે દાંતોમાં લાંબા સમય માટે ચોંટી જાય છે. ધીરે ધીરે દાંતને નુકસાન પહોંચાડે છે. આથી જ્યારે પણ ડ્રાયફ્રૂટ ખાઓ ત્યારબાદ દાંતોને સુરક્ષિત રાખવા માટે બ્રશ જરૂર કરો.

(4) શુગર ક્રેશથી થાક અનુભવાય છે
ડ્રાયફ્રૂટમાં Glycemic Index ની માત્રા વધુ હોય છે. Glycemic Indexનો અર્થ કાર્બોહાઈડ્રેડની એવી માત્રા કે જે બ્લડ ગ્લૂકોઝને વધારે છે. ડ્રાયફ્રૂટ્સ બ્લડમાં ગ્લૂકોઝની માત્રાને ઝડપથી વધારે છે જેનાથી તરત એનર્જી મળે છે. પરંતુ થોડીવારમાં જ બ્લ્ડ શુગર લેવલ ઓછુ થવા લાગે છે જેને 'શુગર ક્રેશ' કહે છે. શુગર ક્રેશના કારણે થાક અનુભવાય છે.

(5) અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક નથી
ડ્રાયફ્રૂટ અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક નથી. કીટાણુથી બચવા માટે અને ડ્રાયફ્રૂટ્સને સુરક્ષિત રાખવા માટે સલ્ફર ડાયોક્સાઈડનો ઉપયોગ થાય છે. સલ્ફર ડાયોક્સાઈડ અસ્થમાના દર્દીઓ માટે સારું નથી. ડ્રાયફ્રૂટ્સને સુરક્ષિત રાખવામાં તેનો ઉપયોગ જરૂર થાય છે પંરતુ તે કેમિકલ શરીર અને પર્યાવરણ બંને માટે યોગ્ય નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news