JNUના વિદ્યાર્થી શરજિલ ઇમામની ધરપકડ માટે પોલીસની બે ટીમ રવાના


જેએનયૂના વિદ્યાર્થી શરજિલ ઇમામના વિવાદિત નિવેદન બાદ અલીગઢ પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. 

JNUના વિદ્યાર્થી શરજિલ ઇમામની ધરપકડ માટે પોલીસની બે ટીમ રવાના

નવી દિલ્હીઃ જેએનયૂના વિદ્યાર્થી શરજિલ ઇમામના વિવાદિત નિવેદન બાદ અલીગઢ પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. શરજિલને પકડવા માટે બે અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. તેના લોકેશનને ટ્રેસ કરવામાં આવી રહ્યું છે અને અલીગઢ પોલીસની ટીમ તેની ધરપકડ માટે રવાના થઈ ગઈ છે. 

અલીગઢ પોલીસે શરજિલ ઇમામ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. અલીગઢ પોલીસની એફઆઈઆરમાં શરજિલ ઇમામના નિવેદનનો પણ ઉલ્લેખ છે, જેમાં શરજિલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સૈયદ બાબે વિસ્તારમાં ચાલી રહેલા સીએએના વિરોધમાં ભડકાઉ નિવેદન કર્યું અને નોર્થ ઈસ્ટને તોડવાની વાત કરી હતી. 

વાયરલ થયો હતો વીડિઓ
વીડિયોમાં શરજિલ ખૂબ જ ભડકાઉ ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે. આસામ અને ભારત એકવાર અલગ થશે ત્યારે જ આ લોકો આપણી વાત માનશે. આપણે આસામની મદદ કરવી છે તો આસામ જતો દરેક રસ્તો જ બંધ કરી દો. શરજિલ ઈમામના આ વીડિયો પર હવે ખૂબ જ આકરી પ્રતિક્રિયા આવી રહી છે. અનેક સોશિયલ મીડિયા યુઝર્સ શરજિલના ઈરાદાઓ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તો કેટલાક તેને ટુકડે ટુકડે ગેંગ સાથે જોડીને જોઈ રહ્યા છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news