Covid 19: સતત ત્રીજા દિવસે મહારાષ્ટ્રમાં 40 હજારથી ઓછા કેસ, છેલ્લા 24 કલાકમાં 974 લોકોના મૃત્યુ

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કુલ કેસ 53,78,452 સુધી પહોંચી ગયા છે. દિવસમાં કુલ 59318 દર્દીને રજા આપવામાં આવી, ત્યારબાદ રાજ્યમાં સાજા થનારાની સંખ્યા વધીને 48,26,371 થઈ ગઈ છે.

Covid 19: સતત ત્રીજા દિવસે મહારાષ્ટ્રમાં 40 હજારથી ઓછા કેસ, છેલ્લા 24 કલાકમાં 974 લોકોના મૃત્યુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. કોરોના મહામારી દરરોજ અનેક લોકોના જીવ લઈ રહી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાથી વધુ 974 લોકોના મૃત્યુ થયા, ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને  81,486 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 34,389 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસની સંખ્યા 40 હજારથી નીચે રહી છે. 

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કુલ કેસ 53,78,452 સુધી પહોંચી ગયા છે. દિવસમાં કુલ 59318 દર્દીને રજા આપવામાં આવી, ત્યારબાદ રાજ્યમાં સાજા થનારાની સંખ્યા વધીને 48,26,371 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4,68,109 છે. સાજા થવાનોદ ર 89.74 ટકા છે. વિભાગે એક અખબારી યાદીમાં કહ્યું કે, 2,64,587 નવા ટેસ્ટ સાથે રાજ્યમાં કુલ ટેસ્ટિંગની સંખ્યા વધીને 3,11,03,991 થઈ ગઈ છે. 

મુંબઈમાં શું છે સ્થિતિ?
તો મુંબઈમાં રવિવારે કોરોના સંક્રમણના નવા 1544 કેસ સામે આવ્યા. અહીં કુલ 22430 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો, જે આ મહિને સૌથી ઓછા છે. બીએમસીએ જણાવ્યુ કે, વધુ 60 લોકોના મૃત્યુ બાદ અત્યાર સુધી મૃત્યુઆંક 14260 પર પહોંચી ગયો છે. નવા કેસ બાદ કુલ સંક્રમિતોની સંખ્યા 6,88,696 થઈ ગઈ છે. બીએમસી પ્રમાણે અત્યાર સુધી મુંબઈમાં કોરોનાના કુલ 58,98,605 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. 

તો મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2438 દર્દીઓને રજા આપવામાં આવી છે. મહાનગરીમાં અત્યાર સુધી 6,36,753 લોકો સાજા થઈ ચુક્યા છે. મુંબઈમાં 35702 એક્ટિવ કેસ છે. મુંબઈમાં સંક્રમણના સૌથી વધુ કેસ 11163 ચાર એપ્રિલે આવ્યા હતા. તો એક મેએ સૌથી વધુ 90 લોકોના મૃત્યુ થયા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news