Delhi: ટીચરની હેવાનિયત, બાળકીને માથામાં કાતર મારી, અધમૂઈ કરીને બાલ્કનીમાંથી નીચે ફેંકી

Delhi school girl thrashed: દિલ્હીના કરોલ બાગની એક શાળામાં બાળકીને પહેલા માળેથી નીચે ફેંકી દેવાનો હિચકારો બનાવ સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે 5માં ધોરણમાં ભણતી આ બાળકીને કોઈ બીજાએ નહીં પરંતુ તેના ટીચરે જ નીચે ફેંકી દીધી. હાલ બાળકીને હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહીં તે સારવાર હેઠળ છે.

 Delhi: ટીચરની હેવાનિયત, બાળકીને માથામાં કાતર મારી, અધમૂઈ કરીને બાલ્કનીમાંથી નીચે ફેંકી

Delhi school girl thrashed: દિલ્હીના કરોલ બાગની એક શાળામાં બાળકીને પહેલા માળેથી નીચે ફેંકી દેવાનો હિચકારો બનાવ સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે 5માં ધોરણમાં ભણતી આ બાળકીને કોઈ બીજાએ નહીં પરંતુ તેના ટીચરે જ નીચે ફેંકી દીધી. હાલ બાળકીને હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહીં તે સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ટીચરની અટકાયત કરી છે અને પૂછપરછ ચાલુ છે. 

આ ઘટના રાજધાનીના કરોલ બાગ વિસ્તારની મોડલ બસ્તી સ્થિત પ્રાઈમરી સ્કૂલની છે. ફિલ્મીસ્તાન વિસ્તારની આ સ્કૂલમાં ગીતા દેશવાલ નામની મહિલા શિક્ષક 5માં ધોરણમાં ભણતી વંદના નામની વિદ્યાર્થીનીની પહેલા પીટાઈ કરી, ત્યારબાદ તેના પર કાતરથી હુમલો કર્યો, માથા પર ઈજા પહોંચાડી અને ત્યારબાદ પણ મનમાં શાંતિ ન વળી તો તેણે બાળકીને પહેલા માળેથી નીચે ફેંકી દીધી. 

બચાવવા આવેલા ટીચર સાથે પણ મારપીટ
મળતી માહિતી મુજબ જ્યારે ગીતા દેશવાલ નામની મહિલા ટીચરે વંદનાની પીટાઈ કરી તો ત્યાં હાજર બીજી ટીચર રિયાએ બાળકીને બચાવવાની કોશિશ કરી પરંતુ આમ છતાં ગીતાએ બાળકીને છોડી નહીં, આ દરમિયાન ગીતાની ટીચર રિયા સાથે પણ ઝડપ થઈ. ત્યારબાદ ટીચર ગીતા વંદનાના વાળ પકડીને તેને બાલ્કનીમાં લઈ ગઈ અને પહેલા માળેથી બહારની બાજુ બનેલી ગેલેરીમાં ફેંકી દીધી. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

ત્યાં હાજર અન્ય લોકોએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગંભીર રીતે ઘાયલ બાળકીને હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરાવી. જ્યારે આરોપી ટીચરની અટકાયત કરીને પૂછપરછ થઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બાલિકા વિદ્યાલયમાં પહેલા પણ આવી નાની મોટી ઘટનાઓ થતી રહી છે. 

હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેની કોઈ ભૂલ નહતી, આમ છતાં ટીચરે તેને પહેલા મારી અને પછી નીચે ફેંકી દીધી. બીજી બાજુ પોલીસે આ મામલે આઈપીસીની કલમ 307 હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news