કોરોના વાયરસના સંક્રમણથી દેશમાં બીજું મોત, આ રાજ્યનો પહેલો મામલો

કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણથી શુક્રવારે રાત્રે દેશમાં બીજા મોતની પુષ્ટિ થઇ છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત 68 વર્ષીય એક મહિલાનું મોત નિપજ્યું છે. સંક્રમિત મહિલાનું દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 

કોરોના વાયરસના સંક્રમણથી દેશમાં બીજું મોત, આ રાજ્યનો પહેલો મામલો

નવી દિલ્હી: કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણથી શુક્રવારે રાત્રે દેશમાં બીજા મોતની પુષ્ટિ થઇ છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત 68 વર્ષીય એક મહિલાનું મોત નિપજ્યું છે. સંક્રમિત મહિલાનું દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મહિલાના 23 વર્ષીય પુત્ર 23 ફેબ્રુઆરીથી ઇટલી અને સ્વિત્ઝરલેંડથી પરત ફર્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. દેશમાં કોરોના વાયરસથી આ બીજું મોત નિપજ્યું છે. આ પહેલાં 11 માર્ચના રોજ કર્ણાટકથી કલબુર્ગીમાં એક 68 વર્ષીય વ્યક્તિનું કોરોના વાયરસથી સંક્રમણથી મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. 

પ્રાપ્ત જાણકારી અનુસાર મહિલાના પુત્રએ 5 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ઇટલી અને સ્વિત્ઝરલેંડની યાત્રા કરી હતી. શરૂઆતમાં તેમાં બિમારીના કોઇ લક્ષણ ન હતા પરંતુ એક દિવસ બાદ એટલે 24 ફેબ્રુઆરીના રોજ તાવ અને ખાંસીની ફરિયાદ થઇ. 7 માર્ચના રોજ તેને રામ મનોહર લોહિયામાં તપાસ માટે લઇ જવામાં આવ્યો. પ્રોટોકોલ અનુસાર પરિવારની સ્ક્રિનિંગ કરવામાં આવી. જોકે પુત્રના પિતા અને માતાને પણ ખાંસી તાવ હતો, એટલા માટે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 

69 વર્ષની મહિલા પશ્વિમી દિલ્હીને રહેવાસી હતી. મહિલા ડાયાબિટિસથી પિડિત હતી. મૃતિકાનો 8 માર્ચના રોજ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા. ન્યૂમોનિયા થઇ જતાં તેની તબિયત 9 મર્ચના રોજ વધુ બગડી. પછી તેને આઇસીયૂમાં ભરતી કરાવવામાં આવી. તેના સેમ્પલ પોઝિટિવ આવ્યા. 9 માર્ચથી જ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ હતી. 13 માર્ચના રોજ મોડી રાત્રે તેનું નિધન થઇ ગયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news