યુપી: બારાબંકીમાં ઝેરી ખોરાક ખાધા બાદ 9 લોકોના કરુણ મોત, અનેકની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના તાલ ખુર્દ ગામમાં બુધવારે રાતે એક ભોજન સમારંભમાં ઝેરી ખોરાક આરોગવાના કારણે 9 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. 

યુપી: બારાબંકીમાં ઝેરી ખોરાક ખાધા બાદ 9 લોકોના કરુણ મોત, અનેકની હાલત ગંભીર

લખનઉ: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના તાલ ખુર્દ ગામમાં બુધવારે રાતે એક ભોજન સમારંભમાં ઝેરી ભોજન આરોગવાના કારણે 9 લોકોના કરુણ મોત નિપજ્યાં છે. મળતી માહિતી મુજબ આ લોકો તેમના એક સંબંધીના ત્યાં કોઈ સમારોહમાં ભેગા થયા હતાં. સાંજે બધાએ ભેગા મળીને ભોજન કર્યુ હતું. ખાવાનું ખાધા બાદ કેટલાક લોકોની તબિયત ખરાબ થવા લાગી હતી. લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલાતમાં સુધારો ન થતા લખનઉ સ્થિત ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યાં. સારવાર દરમિયાન 9 લોકોના મોત નિપજ્યાં છે. 

— ANI UP (@ANINewsUP) January 11, 2018

છેલ્લે મળતી માહિતી મુજબ હજુ પણ અનેક લોકોની હાલત ગંભીર જોતા મૃત્યુઆંક વધી શકે છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. વિસ્તૃત અહેવાલ અપેક્ષિત છે. આ ઘટનાના પગલે ગામમાં હાહાકાર મચી ગયો છે. મૃતદેહોને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news