આસામમાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલોટના મોત
જાણવા મળી રહ્યું છે કે વિમાન જોરહાટ એરપોર્ટથી રૂટીન ઉડાણ માટે ઉડ્યું હતું, પરંતુ થોડીવાર બાદ વિમાનનો સંપર્ક એટીસી સાથે તૂટી ગયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ આસામના માજુલી દ્વીપ નજીક ભારતીય વાયુસેનાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં સવાર બે પાયલોટના મોતના સમાચાર છે. જાણવા મળી રહ્યું છે કે વિમાન જોરહાટ એરપોર્ટથી રૂટીન ઉડાણ માટે ઉડ્યું હતું, પરંતુ થોડીવાર બાદ વિમાનનો સંપર્ક એટીસી સાથે તૂટી ગયો હતો. આ એરક્રાફ્ટ એક માઇક્રોલાઇટ કેટેગરીનું વિમાન હતું તેમ જણાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટના સૂત્રો મુજબ બંન્ને પાયલોટ વિંગ કમાન્ડર રેન્કના અધિકારી હતા. સમાચાર એજન્સી આઈએએનએસ પ્રમાણે આપાસ પોલીસે બંન્ને પાયલોટના મોતની ખાત્રી કરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું, સુમોઇમારી ચપોરીમાં આ દુર્ઘટના સર્જાઈ છે. રક્ષા વિભાગ અને વાયુસેના માજુલી માટે રવાના થઈ ગયા છે. તેમણે વિમાન દુર્ઘટના પાછળ ટેક્નિકલ ખામીની આશંકા વ્યક્ત કરી છે. વાયુસેનાના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું કે, વિમાનના કાટમાળની જાણકારી મળી ગઈ છે અને કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે