રાજકોટ શહેર પર તોળાતું જળસંકટ, ઉનાળા પહેલાં શહેરમાં પાણીની પારાયણ

રાજકોટના તમામ ડેમો પૈકી આજી ડેમ સૌથી ઉંડો એટલેકે 29 ફૂટનો છે.  આ વખતે આજી-1 માં પાણીની આવક ૨૨ ફૂટ છે જે ૩૧ માર્ચ સુધી ચાલી શકે તેમ છે 

રાજકોટ શહેર પર તોળાતું જળસંકટ, ઉનાળા પહેલાં શહેરમાં પાણીની પારાયણ

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ચાલુ વર્ષે સારા વરસાદ થવા છતાં ઉનાળાની શરૂઆત પહેલાં પાણીની પારાયણ થઈ ગઈ છે. તમામ જળાશયોમાં આગામી 2થી 3 મહિના જેટલું પાણી બચ્યું છે, 29 જૂન 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌની યોજના મારફત આજી ડેમને ભરવામાં આવ્યો હતો. પરંતુ આજે આજી ડેમમાં માત્ર 31 માર્ચ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે. આવી સ્થિતિ શહેરના તમામ જળાશયોની જોવા મળી રહી છે. ત્યારે સૌની યોજના દ્વારા આજી ડેમ ભરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

શહેરમાં કયા ડેમમાં કેટલું પાણી બચ્યું છે તેના પર નજર કરીએ તો આજી ડેમ સૌથી ઉંડો 29 ફૂટનો છે,જેમાં આજી-1માં પાણીની આવક 22 ફૂટ છે જે 31 માર્ચ સુધી ચાલે તેટલો જથ્થો છે. જ્યારે ન્યારી-1 ડેમની ઉંડાઈ 25 ફૂટ છે, જેમાં 14 ફૂટ પાણી બાકી રહ્યુ છે, જે 3 એપ્રિલ સુધી ચાલશે. ન્યારી-2 ડેમની ઉંડાઈ 20.70 ફૂટ છે..પરંતુ પાણી એટલું પ્રદૂષિત છેકે પીવાના પાણી તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. તો ભાદર-1 ડેમી ઉંડાઈ 34 ફૂટ છે જ્યારે તેમાં 25 ફૂટ પાણીનો જથ્થો બાકી છે. જે 31 જુલાઈ સુધી ચાલી શકે તેમ છે.

રાજકોટની જીવાદોરી સમાન તમામ ડેમમાં પાણીની સ્થિતિ પ્રમાણે આગામી 3 મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. સ્થિતિને જોતાં મનપા કમિશનર દ્વારા આજી ડેમને સૌની યોજના મારફતે ભરવા વિચારણા કરાઈ રહી છે. જેને લઈને રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી...શહેરમાં હાલ નર્મદાનું 50% એટલે  105 MLD પાણી લેવામાં આવે છે. ઉનાળામાં લોકોને પાણીની કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે મનપા દ્વારા જરૂરિયાત પ્રમાણે પાણીની ગોઠવણી કરાયાનો દાવો કરાઈ રહ્યો છે. સાથે જ 31 માર્ચ સુધીમાં સૌની યોજના દ્વારા આજી ડેમ ફરી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

છેલ્લાં 2 વર્ષથી અપૂરતા વરસાદના કારણે રાજકોટમાં જળ સંકટ ઘેરું બન્યું છે. ત્યારે જળાશયોમાં માત્ર 3 મહિના ચાલે તેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. હાલ તો શહેરવાસીઓ એકમાત્ર નર્મદાના નીર પર નિર્ભર છે. ત્યારે જો આગામી સમયમાં નર્મદાનીરમાં કોઈ ક્ષતિ સર્જાશે તો રાજકોટ પાણીવિહોણું થઈ જશે.

રાજકોટના કયા ડેમમાં બચ્યૂ છે કેટલૂ પાણી ? 

આજી-1 
રાજકોટના તમામ ડેમો પૈકી આજી ડેમ સૌથી ઉંડો એટલેકે 29 ફૂટનો છે.  આ વખતે આજી-1 માં પાણીની આવક ૨૨ ફૂટ છે જે ૩૧ માર્ચ સુધી ચાલી શકે તેમ છે 

ન્યારી-1
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પાસે આવેલ આ ડેમની ઉંડાઈ ૨૫ ફૂટ છે. જેમાં ૧૪  ફૂટ જ પાણી બચ્યૂ છે  જે ૩ એપ્રિલ સુધી ચાલી શકે તેમ છે

ન્યારી-2
રાજકોટની ભાગોળે જામનગર રોડ પાસે આવેલ આ ડેમની ઉંડાઈ 20.70 છે.  જો કે આ ડેમનૂ પાણી એટલૂ પ્રદૂષિત છે કે તે પિવાના પાણી તરીકે ઉપયોગમાં લઈ શકાઈ તેમ નથી.

ભાદર-1
ભાદર-1 ડેમની ઉંડાઈ 34 ફૂટ છે. તેમાંથી ૨૫ ફૂટ ડેમ ભરેલો છે. રાજકોટને ભાદર-1 માંથી રોજનૂ 100 લાખ ગેલન પાણી મળવા પાત્ર રહે છે. જે ૩૧ જુલાઈ સુધી ચાલી શકે તેમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news