Lakhimpur Kheri Violence Case: આશીષ મિશ્રાના જામીન રદ્દ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી

Lakhimpur Kheri Violence: કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાના જામીન રદ્દ કરાવવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 

Lakhimpur Kheri Violence Case: આશીષ મિશ્રાના જામીન રદ્દ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી

નવી દિલ્હીઃ લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી આશીષ મિશ્રાની જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળેલા જામીન બાદ આશીષ મિશ્રા બે દિવસ પહેલા જેલમાંથી બહાર આવ્યો હતો. મહત્વનું છે કે આશીષ મિશ્રા પર લખીમપુરમાં કિસાનોને કચડવાનો આરોપ છે. આશીષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. 

આશીષ મિશ્રાને 15 જાન્યુઆરીએ સાંજે જામીન પર છોડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાની ત્રણ ઓક્ટોબર 2021ના લખીમપુર ખીરી જિલ્લાના તિકોનિયા ગામમાં થયેલી હિંસાના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. તેને મંગળવાર 15 ફેબ્રુઆરીએ જામીન પર છોડવામાં આવ્યો હતો. તિકોનિયા કાંડમાં ચાર કિસાન સહિત આઠ લોકોના મોત થયા હતા. 

— ANI (@ANI) February 17, 2022

હાઈકોર્ટે 10 ફેબ્રુઆરીએ આશીષને આપ્યા હતા જામીન
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે સોમવારે લખીમપુર હિંસામાં ચાર કિસાનોના મોતના મામલામાં આશીષ મિશ્રાના જામીન આદેશમાં સુધાર કર્યો, જેનાથી આશીષનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બની ગયો હતો. ઉચ્ચ ન્યાયાલયે પહેલાના આદેશમાં કેટલીક કમલો લખવાથી છૂટ આપી હતી, જેના કારણે આશીષના જામીન અટકી ગયા હતા, જ્યારે તેના જામીન 10 ફેબ્રુઆરીએ થઈ ગયા હતા. હાઈકોર્ટની લખનઉ પીઠના ન્યાયમૂર્તિ રાજીવ સિંહની પીઠે આશીષ મિશ્રા દ્વારા દાખલ સુધાર અરજી પર સોમવારે આ આદેશ પસાર કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું કે, કોર્ટે મામલાના ગુણ-દોષ પર વિચાર કરતા 10 ફેબ્રુઆરીએ આશીષને જામીન આપી દીધા હતા અને જામીન આદેશમાં આઈપીસીની કલમો- 147, 148, 149, 307, 326, 427 વાંચો કલમ 34, આર્મ્સ એક્ટની કલમ 30 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટે કલમોને છોડી દેવાની ભૂલ સુધારવા માટેની અરજીને મંજૂર કરી હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત કલમો ઉપરાંત, જામીનના આદેશમાં IPCની કલમ 302 અને 120Bનો ઉલ્લેખ કરવો જોઈતો હતો, કારણ કે કોર્ટે તમામ કલમોના ગુનાને ધ્યાનમાં રાખીને જામીન અરજીની સુનાવણી કરી હતી અને પછી આદેશ પસાર કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, પરંતુ એવું લાગે છે કે આ કલમો ભૂલથી ઉલ્લેખમાંથી કાઢી નાખવામાં આવી છે, જેના કારણે આદેશમાં સુધારો કરીને આ કલમોનો ઉલ્લેખ કરવો જરૂરી છે, કારણ કે આ વિના જેલમાંથી મુક્તિ શક્ય નથી. હાઇકોર્ટે સોમવારે અરજી પર સુનાવણી કરતા તેને સ્વીકારી લીધો અને આદેશમાં IPCની કલમ 302 અને 120B ઉમેરવાનો આદેશ આપ્યો.

ચાર કિસાનો સહિત આઠ લોકોના થયા હતા મોત
મહત્વનું છે કે પાછલા વર્ષે લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયા ગામમાં કિસાન આંદોલન દરમિયાન ભડકેલી હિંસામાં ચાર કિસાનો સહિત આઠ લોકોના મોત થયા હતા. કિસાનોના મોતના મામલામાં આશીષ મિશ્રા અને તેના સહયોગીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા અને તે પાછલા વર્ષે ઓક્ટોબર મહિનાથી જેલમાં બંધ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news