AAPના ધારાસભ્ય મનોજકુમારને 3 મહિનાની સજા, ખાસ જાણો કારણ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજકુમારને 3 મહિનાની જેલની સજા થઈ છે.
Trending Photos
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજકુમારને 3 મહિનાની જેલની સજા થઈ છે. દિલ્હીની ખાસ સાંસદ/ ધારાસભ્ય કોર્ટમાં થયેલી સુનાવણીમાં આ સજા સંભળાવવામાં આવી. મનોજકુમાર પૂર્વ દિલ્હીના કોંડલી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. કોર્ટે ધારાસભ્ય મનોજકુમારને 3 મહિનાની જેલની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
VIDEO: લોકસભામાં સેંથામાં સિંદૂર, હાથમાં મહેંદી-ચૂડા સાથે નુસરતે લીધા શપથ, સ્પીકરના ચરણ સ્પર્શ કર્યા
જેલ નહીં જાય ધારાસભ્ય
જો કે કોર્ટે સજા સંભળાવ્યા બાદ તરત ધારાસભ્ય મનોજકુમારને જામીન પણ આપી દીધા. જેના બદલામાં મનોજકુમારે 10000 રૂપિયાના બોન્ડ જમા કરવા પડ્યાં છે. આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ચૂંટણી પ્રક્રિયામાં વિધ્ન નાખવા બાબતે દોષિત ઠેરવવામાં આવ્યાં છે.
કોર્ટે 4 જૂનના રોજ સુનાવણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં વિધ્ન નાખવાના મામલે મનોજકુમારને દોષિત જાહેર કર્યા હતાં. આ મામલો વર્ષ 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કલ્યાણપુરી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
જુઓ LIVE TV
કોર્ટે સાક્ષીને યોગ્ય ઠેરવતા ધારાસભ્ય મનોજકુમારને લોકસેવકના કાર્યમાં વિધ્ન નાખવા અને મતદાન કેન્દ્રમાં કે તેની આજુબાજુ ગેરકાયદે હરકત કરવા માટે દોષિત ઠેરવ્યા હતાં. મનોજુમાર વિરુદ્ધ પોલીસે એક બૂથ પર ચૂંટણી કામગીરીમાં વિધ્ન પેદા કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. આરોપ હતો કે મનોજકુમારે પોતાની સાથે આેલા 50થી વધુ સહયોગીઓ સાથે મળીને કોંડલીની એક શાળાનો ગેટ બંધ કર્યો હતો. આ શાળામાં પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે