Delhi: LG વીકે સક્સેનાના રાજીનામાની માંગ, રાતભર વિધાનસભામાં પ્રદર્શન કરશે આપ MLA

AAP vs Delhi LG: આમ આદમી પાર્ટીએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેના પર 1400 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. 
 

Delhi: LG વીકે સક્સેનાના રાજીનામાની માંગ, રાતભર  વિધાનસભામાં પ્રદર્શન કરશે આપ MLA

નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને એલજી વીકે સક્સેના વચ્ચે વિવાદ વધી રહ્યો છે. સ્થિતિ એવી બની છે કે હવે રાત્રીભર વિધાનસભામાં આપ ધારાસભ્યો એલજી વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવાના છે. આપ એલજીના રાજીનામાની માંગ કરી રહી છે. તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરવાની વાત પણ કહેવામાં આવી રહી છે. 

કેમ શરૂ થઈ આપ સરકાર અને એલજી વચ્ચ તકરાર?
આ સમયે ઘણા મુદ્દાને લઈને આપ સરકાર એલજીથી નારાજ ચાલી રહી છે. એક તરફ શરાબ કૌભાંડની તપાસ અને સિંગાપુર પ્રવાસની મંજૂરી ન મળતા વિવાદ શરૂ થયો હતો. પરંતુ એલજી દ્વારા ઘણા પ્રસ્તાવોને પરત કર્યા બાદ આ વિવાદમાં વધારો થયો છે. આ કારણે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એલજીના વિરોધમાં આવી ગયા છે. 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી કે દિલ્હી વિધાનસભાના બધા ધારાસભ્યો આજે સાંજે 7 કલાકે ગાંધી મૂર્તિની નીચે બેસવાના છે અને આપના દરેક ધારાસભ્યો રાત્રે વિધાનસભાની અંદર રહેશે. ધારાસભ્યો રાતભર ગૃહની વેલમાં રહેવાના છે. આમ તો આપની લડાઈ એલજી સાથે ઘણા મુદ્દા પર છે, પરંતુ રાજીનામાની માંગ બીજા કારણોથી કરવામાં આવી રહી છે. 

કેમ માંગ્યું એલજીનું રાજીનામુ?
હકીકતમાં દુર્ગેશ પાઠકે ગૃહના માધ્યમથી મોટી જાણકારી આપી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ બનવા પહેલા વિનય કુમાર સક્સેના ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન હતા. ત્યારનો એક કિસ્સો જણાવતા કહ્યું કે નોટબંધી દરમિયાન પીએમઓમાં એવી ઘણી ફરિયાદ કરવામાં આવી કે ખાદી ગ્રોમોદ્યોગમાં મોટા સ્તરે જૂની નોટ બદલવામાં આવી રહી છે. તેની તપાસ થઈ તો તેમાં ખાદી ગ્રામોદ્યોગના બે કેશિયરના નામ આવ્યા પ્રદીપ કુમાર યાદવ અને સંજીવ કુમાર.

તે આગળ કહે છે કે બંનેનું નિવેદન હતું કે ખાદી ગ્રામોદ્યોગના ફ્લોર ઇન્ચાર્જ અજય ગુપ્તા અને મેનેજર એકે ગર્ગે આ કેશિયરને ડરાવ્યા અને ધમકાવી કહ્યું કે પૈસા વિનય કુમાર સક્સેનાના છે. જો ચેરમેન પર આરોપ છે તો તેની તપાસ થવી જોઈએ. આ ખુબ મોટો મુદ્દો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news