હેડફોન પર ગીત સાંભળવાના શોખે લઈ લીધો મહિલાનો જીવ!

હેડફોન પર મ્યુઝિક સાંભળવાની ખાસ મજા હોય છે

હેડફોન પર ગીત સાંભળવાના શોખે લઈ લીધો મહિલાનો જીવ!

ચેન્નાઈ : હેડફોન પર મ્યુઝિક સાંભળવાની ખાસ મજા હોય છે પણ આવી જ મજાએ ચેન્નાઇમાં એક મહિલાનો જીવ લઈ લીધો છે.  અહીં  ફાતિમા નામની 46 વર્ષીય મહિલા હેડફોન લગાવીને સૂઈ ગઈ હતી. જોકે નિંદરમાં એને આ હેડફોનને કારણે જોરદાર કરંટ લાગ્યો હતો અને તેનું અવસાન થયું છે. 

આ સમગ્ર ઘટનાની ચોંકાવનારી માહિતી પોલીસને મળી હતી. પોલીસે વિગતવાર માહિતી જણાવી હતી કે રવિવારે બનેલી આ ઘટનામાં સવારે ફાતિમાના પતિએ તેને ઉઠાડી પરંતુ ફાતિમા ઊઠી નહીં. શંકા જતા પતિ તેને લઈને હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં ડોક્ટર્સે ફાતિમાને મૃત જાહેર કરી. હોસ્પિટલે આ અંગે કંથૂર પોલીસને જાણ કરી. ફાતિમાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે.

આ મામલામાં પોલીસે અપ્રાકૃતિ મોતનો કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. હોસ્પિટલના ડોક્ટર્સે એ વાતની પુષ્ટિ કરી છે કરંટ લાગવાથી મહિલાનું મોત થયું છે. એક અધિકારીએ જણાવ્યું કે, “મહિલા શનિવારે રાત્રે હેડફોન લગાવીને સૂઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે તે શોર્ટ સર્કિટના કારણે તેને કરંટ લાગ્યો.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news