Delhi violence:...તો અમે હિંસાનો ભોગ બની ગયા હોત, દિલ્હી હિંસામાં ઈજાગ્રસ્ત ACP અનુજ કુમારે સંભળાવી આપવીતી
પોલીસ ફાયરિંગમાં બાળકો માર્યા ગયા છે અને આ અફવાથી ટોળું ભેગું થઈ ગયું હતું. 15 અને 20 મીટરનું અંતર હતું. પછી પથ્થરબાજી શરૂ થઈ હતી.
Trending Photos
નવી દિલ્હીઃ નોર્થ ઈસ્ટ દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં હિંસાનો શિકાર થયેલા એસીપી અનુજ કુમાર હવે સામે આવ્યા છે. હિંસામાં ખુદ ઈજાગ્રસ્ત એસીપી ગોકુલપુરી અનુજે જણાવ્યું કે, તે દિવસે ડીસીપી અમિત શર્મા પણ તેમની સામે ઈજાગ્રસ્ત થયા હતા. હિંસામાં શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલ પણ તેમની સાથે હતા. અનુજ કુમારનું માનીએ તો પ્રદર્શન કરી રહેલા લોકો સર્વિસ લેનથી રસ્તા પર આવી ગયા હતા. પછી અફવા ફેલાઇ કે પોલીસની ગોળીઓથી બાળકો મરી ગયા છે. તેણે હિંસાને ત્યાં ભડકાવી દીધી હતી.
24 તારીખની સવારે 11.30 અને 12 કલાકની આસપાસની વાત છે. મારી તથા રતન અને બાકી કર્મચારીઓની ડ્યૂટી ચાંદબાગ મજારથી 80-100 મીટર આગળ હતી. 23ના ત્યાં પર વઝીરાબાદ રોડ જામ કર્યો હતો. જેને રાત્રે ખોલાવવામાં આવ્યો હતો. તે રસ્તા પર સ્પષ્ટ જાળવણીનો આદેશ મળ્યો હતો.
તેમણે આગળ જણાવ્યું કે, તે દિવસે ધીરે-ધીરે લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાઓ આગળ હતી. વઝીરાબાદ રોડની પાસે તે આવવા લાગ્યા. અમે તેમને સમજાવ્યા. તે સતત આગળ વધી રહ્યાં હતા. સર્વિસ રોડ તરફથી અમે પીછો કરવાનો પ્રયત્ન કર્યો. આદેશ હતો કે જે પ્રદર્શન છે તે સર્વિસ રોડ સુધી સીમિત રહે.
Anuj Kumar,ACP Gokulpuri: On Feb 24,I was taking him(DCP Shahadra Amit Sharma)to hospital as he was injured.Protesters were pelting stones&I too got hit on head. We did not know that Rattan Lal got shot.We took Rattan to GTB hospital,where he could not be revived&later DCP to Max pic.twitter.com/mJjKy336C0
— ANI (@ANI) February 29, 2020
બાળકોને મારવાની અફવાએ બગાડી રમત
પોલીસ ફાયરિંગમાં બાળકો માર્યા ગયા છે અને આ અફવાથી ટોળું ભેગું થઈ ગયું હતું. 15 અને 20 મીટરનું અંતર હતું. પછી પથ્થરબાજી શરૂ થઈ હતી. ત્યાં કામ ચાલી રહ્યું હતું, તો ઘણા પથ્થર હતા. જ્યારે પથ્થરબાજી શરૂ થઈ તો લોકો હાવી થતા ગયા હતા. અમે ટિયર ગેસ પણ ન છોડી શક્યા. તે અફરાતફરીમાં ડીસીપીને જોયા તો ડિવાઇડરની પાસે પડ્યા હતા. તેમના મોઢામાંથી લોહી નિકળી રહ્યું હતું.
સીધી રીતે મારી નાખ્યા હોતઃ એસીપી
અનુજ કુમારે જણાવ્યું કે, તેમણે યમુના વિહાર તરફ ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો. તેઓ કહે છે કે ચાંદબાગ મજારની આપસાપ એટલી ભીડ હતી કે તે લોકો સીધા જાત તો મારી નાખ્યા હોત.
સરના મોઢામાં લોહી જોયું, અમે હોશ ગુમાવ્યો
અનુજ જણાવે છે કે પથ્થરબાજી શરૂ થયા બાદ તેમની નજર ડીસીપી અમિત શર્માને શોધી રહી હતી. અનુજે કહ્યું, ડીસીપી સરના મોઢામાંથી લોહી નિકળી રહ્યું હતું, તેને જોઈને અમે હોશ ગુમાવી દીધો હતો. પછી અમે ડીસીપી સરને લઈને યમુના વિહાર તરફ ભાગ્યા હતા. જો સીધા રોડ પર ગયા હોત તો લોકોએ અમને મારી નાખ્યા હોત.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે