રાફેલ ડીલ પર ઓલાંદના નિવેદન બાદ ફ્રાંસને લાગી રહ્યો છે ડર !
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સમગ્ર મુદ્દાની તપાસની માંગ કરતા વડાપ્રધાન મોદીને પોતાનાં સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે
Trending Photos
પૈરિસ : રાફેલ ડીલ પર થયેલા વિવાદ બાદ ફ્રાંસની સરકાર આ વાત મુદ્દે ચિંતિત છે કે ભારત સાથેનાં સંબંધો મુદ્દે ચિંતિત છે. ફ્રાંસની તરપતી રવિવારે કહેવામાં આવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના રાફેલ ડીલ અંગે અપાયેલા નિવેદનથી બંન્ને દેશોના સંબંધોમાં ખટાશ આવવાનો ડર છે. ઓલાંગે ગત્ત વર્ષે મે મહિનામાં પદ છોડી દીધું હતું. તેમણે શુક્રવારે કહ્યું હતું કે જેટ મેન્યુફેક્ચરર કંપની દેસો એવિએશનને લોકલ પાર્ટનર પસંદ કરવા માટે અન્ય કોઇ જ વિકલ્પ નહોતો આપવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે દેસો પાસેથી 36 રાફેલ જેટ ખરીદવાનો નિર્ણય લીધો છે. તેના માટે દાસોએ લોકલ પાર્ટનર તરીકે સરકાર દ્વારા સંચાલિત એચએએલના બદલે બિઝનેસ અનિલ અંબાણીની કંપનીની પસંદગી કરી. આ કારણે ભારતમાં વિપક્ષી દળ સરકાર પર હૂમલે કરી રહ્યા છે. ફ્રાંસના જુનિયર વિદેશમંત્રી જીન બૈપ્ટિસ્ટેએ ઓલાંદ અંગે કહ્યું કે, મને લાગે છે કે આ પ્રકારનાં નિવેદન ફ્રાંસ અને ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રભાવિત કરે છે. તેનાથી કોઇ ફાયદો નહી થાય, એટલે સુધી કે ફ્રાંસને તો તેનાથી જરા પણ લાભ નહી થાય.
તેમણે કહ્યું કે, જેના નિવેદનના કારણે ભારત અને ફ્રાંસના રણનીતિક સંબંધ પ્રભાવિત થયા છે, જ્યારે હવે ઓફીસમાં નથી. તેના કારણે ભારતમાં થયેલ વિવાદ સંપુર્ણ રીતે અયોગ્ય છે. આ વાત તેમણે એક રેડિયો ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું. કહેવાઇ રહ્યું છે કે જે સમયે ડીલ થઇ રહી હતી. તે દરમિયાન ઓલાંદના નજીકની મિત્ર જુલી ગાયેટની ફિલ્મના પ્રોડ્યૂસ કરવામાં રિલાયન્સ એન્ટરટેનમેન્ટમાં મોટી ભુમિકા નિભાવી હતી. એવામાં ઓલાંદે પોતાના પર લાગેલા આરોપોથી બચવા માટે આ નિવેદન આપ્યું.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સમગ્ર મુદ્દાની તપાસની માંગ કરતા વડાપ્રધાન મોદીને પોતાનાં સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફર્સનમાં કહ્યું હતું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ તેમને ચોર કહી રહ્યા છે. આ વડાપ્રધાન પદની ગરિમાનો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે