દેવામાં ડુબ્યું ચીન, આર્થિક સ્થિતી કથળવાનાં કારણે જિનપિંગ પરેશાન

ચીનનું સતત વધી રહેલું દેવું હવે 2580 અબજ ડોલરના આંકડા સુધી પહોંચી ચુક્યું છે, બંન્ને મિત્ર પાકિસ્તાન અને ચીન હવે દેવાળીયા થવાની તૈયારીમાં

દેવામાં ડુબ્યું ચીન, આર્થિક સ્થિતી કથળવાનાં કારણે જિનપિંગ પરેશાન

બીજિંગ : ચીનનું વધી રહેલુ દેવું હવે 2580 અબજ ડોલરના આંકડા સુધી પહોંચી ચુક્યું છે. દેશની આર્થિક વૃદ્ધી નબળી પડવા સંદર્ભમાં તેને મોટી ચિંતા તરીકે જોવામાં આવી રહી છે. દેશની ટોપ વિધાયિકાએ નિર્ણય લીધો છે કે સ્થાનીક સરકારનાં દેવાની મહત્તમ સીમા 21000 અબજ યુઆનની હોવી જોઇએ. 

ચીનની સરકારી સંવાદ સમિતી શિન્હુઆની એક સમાચારમાં નાણામંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ચીનની સ્થાનીક સરકારી દેવું ઓગષ્ટના અંતમાં 17660 અબજ યુઆન (2580 અબજ ડોલર) રહ્યું, જે અધિકારીક સીમાથી નીચે જ છે. 

સ્થાનીક સરકારો દેવામાં સતત થઇ રહેલા વધારાના કારણે ચિંતિત છે.જો કે દેશની ગત્ત વર્ષનો કુલ સરકાર દેવું જીડીપીનું 36.2 ટકા હતું. જે સૌથી આધુનિક અર્થવ્યવસ્થાનાં સ્તરથી ઓછું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આર્થિક ખતરાને ઘટાડવા માટે સ્થાનીક સરકાર પર દેવાનાં સ્તરમાં ઘટાડો કરવા માટે દબાણ કરી રહ્યા છે. જો કે તેમાંથી ગણા પોતાની આદતોનાં કારણે અત્યાર સુધી બહાર આવી શક્યા નથી. 

વિશ્વની બીજી સૌથી મોટી ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ઇધીમી પડવા મુદ્દે ચિંકા પ્રકટ કરવામાં આવી રહી છે. વિશ્વનાં ટોપના અર્થશાત્રીઓ પણ આ અંગે અગાઉ ચેતવણી અને હવે ડર વ્યક્ત કરી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્થશાસ્ત્રીઓ પહેલા જ આ અર્થવ્યવસ્થાનો ફુગ્ગો ફુટશે તેવી ચેતવણી આપી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news