Lots of Cash Recovered at Howrah: કોલકાતા બાદ હવે અહીંથી ઝડપાઈ કરોડો રૂપિયાની કેશ, કોંગ્રેસના 3 ધારાસભ્યની ધરપકડ

Lots of Cash Recovered at Howrah: પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં શનિવાર રાત્રે પોલીસે ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને અટકાવ્યા હતા. તેમની કારમાંથી મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે.

Lots of Cash Recovered at Howrah: કોલકાતા બાદ હવે અહીંથી ઝડપાઈ કરોડો રૂપિયાની કેશ, કોંગ્રેસના 3 ધારાસભ્યની ધરપકડ

Lots of Cash Recovered at Howrah: પશ્ચિમ બંગાળમાં કોલકાતા બાદ હવે હાવડામાં મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે. આ વખતે અન્ય રાજ્યોના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પાસેથી પોલીસે મોટી રમક જપ્ત કરી છે. કોના પૈસા છે, ક્યાં લઇ જવામાં આવી રહ્યા હતા. હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેશ મામલે હાવડા પોલીસ પાસે પહેલાથી જાણકારી હતી. કોલકાતાથી જામતારા સુધી એક કાળી કારમાં મોટા પ્રમાણમાં કેશની તસ્કરીની સૂચના મળી હતી. સમાચારના આધાર પર પંચલા તેમજ સંકરેલ પોલીસે રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 6 થી અડીને આવેલા પંચલાના રાનીહાટી જંક્શન પાસે તપાસ અભિયાન ચલાવ્યું હતું.

પોલીસને મળી હતી બાતમી
ઝારખંડ ધારાસભ્યના સ્ટીકરવાળી કાળી કારને રોકી પોલીસે તલાશી લીધી હતી. કારમાંથી નોટોથી ભરેલી બે કાળી બેગ મળી આવી હતી. કારમાં ઝારખંડના ત્રણ કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ કચ્ચાપ, નમન બિક્સલ અને ઇરફાન અંસારી હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં ડ્રાઈવર સહિત 5 લોકો સવાર હતા. તોઓ આ રૂપિયા ક્યાં અને કયા હેતુથી લઇ જતા હતો તે અંગેના કોઈ દસ્તાવેજ બતાવી શક્યા ન હતા.

ત્રણ કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ
ત્રણ કોંગ્રેસ ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે દિવસે તેઓ દમદમ એરપોર્ટ પરથી રોડ માર્ગે ઝારખંડ જવા રવાના થયા હતા. તેમને પૂછપરછ માટે પંચાલા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે. નોટોનો જથ્થો એટલો છે કે તેની ગણતરી માટે મશીનો મંગાવવામાં આવ્યા છે. બંને બેગમાં કરોડો રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Huge amounts of cash recovered from a car of @INCIndia MLA from Jharkhand - intercepted at Howrah.

Apparently, 3 INC MLAs were travelling in the car.

Is ED going after only a select few? https://t.co/adUUhW5txr

— All India Trinamool Congress (@AITCofficial) July 30, 2022

કારની ડેકીમાં નોટોના બંડલ
કારની ડેકીમાં નોટોના બંડલનો વીડિયો પોસ્ટ કરતા ટીએમસીએ કેન્દ્ર પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે. ટીએમસીએ ટ્વીટ કરી પૂછ્યું કે શું ઇડી થોડા લોકો માટે જ સક્રિય છે? રાજ્ય મંત્રી શશિ પંજાએ આ મામલો ઇડીના ધ્યાન પર લાવ્યો છે અને સંપૂર્ણ તપાસની માંગ કરી છે. ત્યારે ઝારખંડમાં વિપક્ષી પાર્ટી ભાજપે કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
(એજન્સી ઇનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news