Agnipath Scheme Protest: બિહારમાં 'અગ્નિપથ યોજના'ના વિરોધમાં ખુબ બબાલ, અનેક શહેરોમાં આગચંપીની ઘટનાઓ

બિહારના યુવાઓને સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજના બહુ પસંદ પડી હોય તેવું લાગતું નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા યોજનાની જાહેરાત થતા જ શરૂ થયેલો વિરોધ હવે બિહારના અલગ અલગ શહેરો સુધી પહોંચી ગયો છે. 

Agnipath Scheme Protest: બિહારમાં 'અગ્નિપથ યોજના'ના વિરોધમાં ખુબ બબાલ, અનેક શહેરોમાં આગચંપીની ઘટનાઓ

Agnipath Scheme Bihar: બિહારના યુવાઓને સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજના બહુ પસંદ પડી હોય તેવું લાગતું નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા યોજનાની જાહેરાત થતા જ શરૂ થયેલો વિરોધ હવે બિહારના અલગ અલગ શહેરો સુધી પહોંચી ગયો છે. 

સેનામાં ભરતી માટે સરકારની અગ્નિપથ યોજનાનો બિહારમાં વિરોધ તેજ બની રહ્યો છે. આ બધા વચ્ચે બિહારના જહાનાબાદ, મુંગેર, છપરા, આરા, નવાદામાં વિદ્યાર્થીઓએ આગચંપી કરી છે. બક્સર, મુઝફ્ફરપુર, જેવા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે શોર્ટ ટર્મ સૈનિક યોજના અગ્નિપથને લઈને બિહારના યુવાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ યોજનાના વિરોધમાં સફિયારસરાય પાસે સેના ભરતી માટે તૈયારી કરી રહેલા કેટલાક યુવાઓએ આજે સવારની દોડ બાદ સફિયાબાદ ચોક પાસે ટાયરો બાળ્યા અને જૂની સૈનિક પ્રક્રિયા ચાલુ રાખવાની માંગણી કરી છે. 

બિહારમાં ટ્રેનો સળગાવી, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત
બિહારમાં લગભગ 22 ટ્રેનો આંશિક રીતે પ્રભાવિત થઈ છે. એએનઆઈના અહેવાલ મુજબ 3 ટ્રેનોમાં આગચંપી પણ કરાઈ છે. 

— ANI Digital (@ani_digital) June 16, 2022

ભાજપની ઓફિસ બાળી
અફરાતફરીના માહોલ વચ્ચે બિહારના નવાદા જિલ્લામાં કેટલાક અસામાજિક તત્વોએ ભાજપની ઓફિસમાં તોડફોડ મચાવ્યા બાદ આગચંપી કરી છે. વિદ્યાર્થીઓની આડમાં ઉપદ્રવીઓ પણ પોતાના કામને અંજામ આપી રહ્યા છે. આ ઘટના બાદ ઉપદ્રવ મચાવનારા લોકો ફરાર થઈ ગયા હોવાનું કહેવાય છે. ઉપદ્રવીોએ માત્ર બીજેપી ઓફિસ જ નહીં પરંતુ આખી ઈમારતને આગને હવાલે કરી દીધી અને ફર્નિચર તોડી નાખ્યું તથા આગચંપી કરી દીધી. 

આ છે વિરોધનું કારણ
યુવકોને ઉમર મર્યાદા, કાર્યકાળની મર્યાદા મામલે વાંધો છે. અત્રે જણાવવાનું કે વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફે બુધવારે અગ્નિપથ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પરંતુ વિરોધ હજુ પણ ચાલું છે. બક્સરમાં રોડ અને રેલ વ્યવહાર ખોરવાયા છે. સેંકડોની સંખ્યામાં યુવકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જહાનાબાદમાં થયેલા વિરોધની અસર રાષ્ટ્રીય રાજમાર્ગ 83 અને 31 ઉપર પણ પડી છે. 

અનેક ઠેકાણે પથ્થરમારો
જહાનાબાદમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. રેલવે ટ્રેક જામ કરી રહેલા વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો. ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીઓને ખદેડ્યા છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી પડેલા વિદ્યાર્થીઓએ કાકો મોડ નજીક આગજની કરીને નેશનલ હાઈવે 83 અને એનએચ 110ને જામ કરતા કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખુબ નારેબાજી કરી. આ બધા વચ્ચે SDPO અને મીડિયાકર્મીઓનો હુમલામાં માંડમાંડ બચાવ થયો. 

યુવકોનું કહેવું છે કે જ્યારે આગામી 96 દિવસમાં 40 હજારથી વધુ અગ્નિવીરોની નિયુક્તિ થશે તો છેલ્લા બે વર્ષમાં જે નિયુક્તિ થવાની હતી તેનું શું થશે. આ સાથે જ કાર્યકાળ ઉપર પણ વાંધો છે. યુવાઓનું કહેવું છે કે જ્યારે દેશના સાંસદ અને વિધાયકો પાંચ વર્ષ સુધી પોતાની સેવા આપી શકે તો અગ્નિવીરો માટે ફક્ત ચાર વર્ષની જોગવાઈ  કેમ છે. 

અગ્નિપથ યોજનાને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર સમ્રાટ ચૌધરી સહિત બિહાર સરકારના મંત્રીઓના નિવેદન સામે આવ્યા છે.  તેમણે કહ્યું કે એવું લાગે છે કે યુવાઓને જે યોગ્ય સંદેશ પહોંચવો જોઈતો હતો તે પહોંચી શક્યો નથી. તેઓ આ યોજનાને સમજી શક્યા નથી. હું તમને અપીલ કરવા માંગીશ કે તેઓ પહેલા બધુ બરાબર સમજી લે. 4 વર્ષ દેશની સેવા કર્યા બાદ તેઓ અનેક સરકારી વિભાગોમાં જઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news