આ ખેડૂત ખેતીમાંથી કરે છે વાર્ષિક એક કરોડની કમાણી, તમે પણ કરી શકો, જાણો કેવી રીતે
Agri Business: સારા ઉત્પાદન માટે સારી ગુણવત્તા અને કૃષિ ઈનપુટ્સનો યોગ્ય રીતે ઉપયોગ થવો જરૂરી છે. ખેડૂતોને અવારનવાર વેપારીઓ દ્વારા દગો મળતો હોય છે અને નકલી બિયારણને ઉંચી કિંમતો પર વેચવામાં આવે છે. જેનાથી ખેડૂતોની ઉત્પાદકતા પ્રભાવિત થાય છે. આ સાથે જ તેમની મહેનત પર પાણી ફરી વળે છે.
Trending Photos
Agri Business: સારા ઉત્પાદન માટે સારી ગુણવત્તા અને કૃષિ ઈનપુટ્સનો યોગ્ય રીતે ઉપયોગ થવો જરૂરી છે. ખેડૂતોને અવારનવાર વેપારીઓ દ્વારા દગો મળતો હોય છે અને નકલી બિયારણને ઉંચી કિંમતો પર વેચવામાં આવે છે. જેનાથી ખેડૂતોની ઉત્પાદકતા પ્રભાવિત થાય છે. આ સાથે જ તેમની મહેનત પર પાણી ફરી વળે છે. મહારાષ્ટ્રના ખેડૂત મંગેશ ધનશ્યામ રોડગેએ ખેડૂતોને આ સમસ્યાઓમાંથી બહાર કાઢવા માટે બીડું ઝડપ્યું. સરકારી સ્કીમથી ટ્રેનિંગ લઈને તેમણે ફાર્મ કન્સલ્ટન્સી અને બીજ, ફર્ટિલાઈઝર વેચવાનું કામ શરૂ કર્યું. હવે તેઓ વાર્ષિક કરોડો કમાણી કરે છે.
પહેલા લીધી ટ્રેનિંગ
એગ્રી ગ્રેજ્યુએટ મહેશ રોડગેએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દુર્ગાપુર (બડનેરા) અમરાવતીએ કૃષિ વ્યવસાયિકોને સ્વરોજગાર મેળવવા અને ખેડૂતોને વિસ્તાર સેવાઓ પ્રદાન કરવા માટે કૃષિ ક્લીનિક અને કૃષિ વ્યવસાય કેન્દ્ર (એસી અને એબીસી) યોજના હેઠળ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો. કૃષિ સ્નાતક અને કૃષિ વ્યવસાયી મંગેશના જણાવ્યાં મુમજબ ઉદ્યમશીલતા પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેઓ કેવીકે-અમરાવતી સાથે જોડાઈ ગયા.
મેનેજ મુજબ એસી અને એબીસી યોજનાના ક્રેડિટ કમ્પોનેન્ટ હેઠળ તેમને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાંથી 12 લાખ રૂપિયાની લોન પાસ થઈ. પોતાની પૂંજી અને બેંક લોનથી તેમણે પોતાની દુકાન ખોલી અને બીજ, ખાતર, કીટનાશકનો બીઝનેસ શરૂ કર્યો.
આ ઉપરાંત તેઓ સંતરા, કપાસ અને શાકભાજીના પાક પર ક્રોપ કન્સલ્ટન્સીનું કામ પણ કરે છે. દરેક પાકની ઋતુ શરૂ થતા પહેલા માટીના નમૂના કલેક્ટ કરવાની સલાહ આપે છે. તેઓ હાઈ ટેક એગ્રીકલ્ચર પર ખેડૂતોને નિયમિત રીતે મળતા રહે છે અને ખેડૂતોની સાથે ખેતરરમાં જઈને ખેતી પર સલાહ આપે છે.
વાર્ષિક એક કરોડનો બિઝનેસ
મહેશ ખાર્મ ઈનપુટ ટ્રેડિંગ અને કન્સલ્ટન્સીના બિઝનેસથી તેઓ વાર્ષિક એક કરોડ રૂપિયાનો કારોબાર કરે છે. 12 ગામના 600થી વધુ ખેડૂતોને તેઓ પોતાની સેવા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે