AIMIM નેતાનું અત્યંત વિવાદિત નિવેદન, 'અમારી 3 પત્ની છે, પરંતુ હિન્દુ....'

Shaukat Ali on hindu marriage: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ના નેતા શૌકત અલીએ હિન્દુઓ પર વિવાદિત નિવેદન આપતા હંગામો મચી ગયો છે. ઉત્તર પ્રદેશ AIMIM ના અધ્યક્ષ શૌકત અલીએ કહ્યું કે લોકો કહે છે કે અમે ત્રણ લગ્ન કર્યા છે. બે લગ્ન થાય તો પણ અમે સમાજમાં બંને પત્નીઓને સન્માન આપીએ છીએ, પરંતુ તમે (હિન્દુ) ....વધુ વિગતો માટે વાંચો અહેવાલ....

AIMIM નેતાનું અત્યંત વિવાદિત નિવેદન, 'અમારી 3 પત્ની છે, પરંતુ હિન્દુ....'

Shaukat Ali on hindu marriage: AIMIM નેતા શૌકત અલીએ હિન્દુઓના લગ્ન પર વિવાદિત નિવેદન આપ્યું છે. યુપીના AIMIM અધ્યક્ષ શોકત અલીએ કહ્યું કે લોકો કહે છે કે અમે ત્રણ લગ્ન કર્યા છે. બે લગ્ન થાય તો પણ અમે સમાજમાં બંને પત્નીઓને સન્માન આપીએ છીએ, પરંતુ તમે (હિન્દુ) એક સાથે લગ્ન કરો છો અને તમારી 3 રખાત હોય છે અને તમે ન તો પત્નીનું સન્માન કરો છો કે ન તો રખાતનું. પરંતુ જો અમારા બે લગ્ન હોય છે તો અમે તેમને સન્માન સાથે રાખીએ છીએ અને અમારા બાળકોના નામ પણ રાશન કાર્ડમાં હોય છે. 

હિજાબ વિવાદ ઉપર પણ કરી વાત
AIMIM ના યુપી પ્રદેશ અધ્યક્ષે હિજાબ પ્રતિબંધ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર પણ વાત કરી અને કહ્યું કે દેશમાં કોણ શું પહેરશે તે હિન્દુત્વ નહીં, દેશનું બંધારણ નક્કી કરશે. શોકત અલીએ કહ્યું કે, બંધારણ નક્કી કરશે કે દેશમાં કોણ શું પહેરશે, હિન્દુ નહીં. ભાજપ આવા મુદ્દાઓ ઉઠાવીને દેશને તોડવાનું કામ કરી રહ્યો છે. 

— Zee News (@ZeeNews) October 15, 2022

ભાજપ પર પ્રહાર
નેતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મદરેસા, લિંચિંગ, વક્ફ અને હિજાબ જેવા મુદ્દા અમારી સાથે થઈ રહ્યા છે કારણ કે અમને નિશાન બનાવવું સરળ છે. જ્યારે ભાજપ નબળું હોય છે ત્યારે તે મુસ્લિમોના મુદ્દા ઉઠાવે છે. સુપ્રીમ કોર્ટના બે જજની પેનલે કર્ણાટક હાઈકોર્ટના આદેશને પડકારનારી અરજીઓ પર સુનાવણી કરતા ગુરુવારે એક વિભાજિત નિર્ણય આપ્યો. જેમાં રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ ખતમ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.  જો કે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા પર કોઈ રોક લગાવી નથી. મામલો હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) યુયુ લલિતને એક નવી પેનલ બનાવવા માટે મોકલાયો છે. પેનલમાં 3 કે વધુ જજ હશે. 

આ Video પણ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news