1901 બાદ ઓગસ્ટમાં આવી ભયંકર પરિસ્થિતિ, હવામાન વિભાગની ડરામણી ભવિષ્યવાણી, જાણો શું છે અલ નીનો? 

Al Nino Effect driest August  Rainfall: વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં 1901 બાદ ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહેવાનું અનુમાન છે અને તે સ્પષ્ટ રીતે અલ નીનો સ્થિતિઓના તીવ્ર હોવાનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ ઉપરાંત આ વર્ષનું ચોમાસું 2015 બાદથી સૌથી વધુ સૂકું હોઈ શકે છે.

1901 બાદ ઓગસ્ટમાં આવી ભયંકર પરિસ્થિતિ, હવામાન વિભાગની ડરામણી ભવિષ્યવાણી, જાણો શું છે અલ નીનો? 

Al Nino Effect driest August  Rainfall: વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં 1901 બાદ ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહેવાનું અનુમાન છે અને તે સ્પષ્ટ રીતે અલ નીનો સ્થિતિઓના તીવ્ર હોવાનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ ઉપરાંત આ વર્ષનું ચોમાસું 2015 બાદથી સૌથી વધુ સૂકું હોઈ શકે છે. જેમાં 13 ટકા વરસાદનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) ના એક અધિકારીએ જણાવ્યું કે ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 32 ટકા વરસાદની ઘટ અને આગામી 48 કલાકમાં દેશના એક મોટા ભાગમાં વરસાદની ઓછી ગતિવિધિઓ હોવાના અનુમાન સાથે ભારત 1901 બાદ સૌથી સૂકા ઓગસ્ટ મહિનાને જાહેર કરવાની કગાર પર છે. 

ઓગસ્ટ સૂકોભઠ
ઓગસ્ટમાં 254.9 મિમી વરસાદ પડે છે. જે ચોમાસાની સીઝન દરમિયન પડતા વરસાદના લગભગ 30 ટકા જેટલો છે. હવામાન વિભાગના આંકડા મુજબ ભારતમાં ઓગસ્ટ 2005માં 25 ટકા, 1965માં 24.6 ટકા, 1920માં 24.4 ટકા, 2009માં 24.1 ટકા અને 1913માં 24 ટકા વરસાદ નોંધાયો. 

- આ વર્ષનો ઓગસ્ટ ભારતમાં અત્યાર સુધીનો સૌથી સૂકો મહિનો થઈ શકે છે. 
- દેશભરમાં ઓગસ્ટમાં વરસાદની 33 ટકાથી વધુ ઘટ છે. 
- આ મહિને બચેલા બે દિવસમાં વરસાદની શક્યતા પણ ઓછી છે. 
- આ વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદની 9 ટકા ઘટ થઈ ગઈ છે. 
- મૌસમ મોડલો મુજબ સપ્ટેમ્બરમાં વરસાદમાં સુધારો થઈ શકે છે. 
- સપ્ટેમ્બરમાં એક ચક્રવાતીય પરિસંચરણ બનવાની શક્યતા છે. પરંતુ તે સમગ્ર દેશમાં ફેલાશે નહીં. 
- જો સપ્ટેમ્બરમાં વરસાદની કમી 5 થી 8 ટકા રહે તો ચોમાસું સંતોષજનક રહી શકે છે. 

અલ નીનો ઈફેક્ટ
IMD પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે ઓગસ્ટમાં સામાન્યથી ઓછા વરસાદનું મુખ્ય કારણ અલ નીનો (દક્ષિણ અમેરિકાની નજીક પ્રશાંત મહાસાગરમાં પાણીનું ગરમ થવું) ઉપરાંત મૈડેન જૂલિયન ઓસિલેશન (MJO)નો પ્રતિકૂળ તબક્કો છે. એમજેઓ એક સમુદ્રી વાયુમંડળીય  ઘટના છે જે દુનિયાભરમાં હવામાનની ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. અલ નીનો સામાન્ય રીતે ભારતમાં નબળા પડતા ચોમાસુ પવન અને શુષ્ક હવામાન સાથે જોડાયેલું છે. 

મહાપાત્રએ કહ્યું કે MJO ના અનુકૂળ તબક્કાના કારણે ઓછા દબાણવાળી સિસ્ટમ ન હોવા છતાં વરસાદ પડે છે. MJO ના અનુકૂળ તબક્કાના કારણે જુલાઈમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો હતો. હાલ અલ નીનોની સ્થિતિઓના પ્રભાવમાં બંગાળની ખાડી પર સામાન્ય પાંચની સરખામણીમાં ફક્ત બે ઓછા દબાણવાળી સિસ્ટમ વિક્સિત થઈ. ઓગસ્ટમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાનું એક અન્ય કારણ દક્ષિણ ચીન સાગરમાં ઓછા દબાણવાળી સિસ્ટમની ઓછી સંખ્યા હતી અને તે પણ ઉત્તર તરફ વધી ગઈ. 

દક્ષિણ ચીન સાગરની ઉપર વિક્સિત થનારી ઓછા દબાણવાળી સિસ્ટમો સામાન્ય રીતે પશ્ચિમ તરફ આગળ વધે છે, વિયેતનામ અને થાઈલેન્ડને પાર કર્યા બાદ ઉત્તર બંગાળની ખાડી સુધી પહોંચે છે. 

ઓગસ્ટમાં વરસાદ ઓછા પડવાના કારણો
આ વર્ષે ઓગસ્ટમાં વરસાદ ઓછા પડવાનું કારણ અલ નીનો છે. 
- અલ નીનો એક મૌસમી ઘટના છે જે સમુદ્રના તાપમાનમાં ફેરફારના કારણે થાય છે. 
- અલ નીનોના કારણે પવન સામાન્ય કરતા ઓછો ભેજ લે છે અને તેના કારણે વરસાદ ઓછો પડે છે. 
- આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં બે ચક્રવાત ન આવ્યા, જે સામાન્ય રીતે આ સમયની આજુબાજુ આવે છે. 
- આ તમામ કારણોથી આ વર્ષે ઓગસ્ટ મહિનો એકદમ શુષ્ક રહ્યો. 

પાક ખરાબ થવાનો ડર મોંઘવારી વધવાનું જોખમ
હવામાન જો આ રીતે અપ્રત્યાશિત રહ્યું તો ખરીફ પાકની હાલત ખરાબ થવાની આશંકા જતાવવામાં આવી રહી છે. જુલાઈમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો. પરંતુ ઓગસ્ટનો મહિનો વરસાદ વગર સૂકોભઠ છે. આ ચોમાસાની સીઝનમાં ઓછા વરસાદના કારણે મોંઘવારી વધવાનું જોખમ છે. રિપોર્ટ્સ મુજબ જુલાઈ મહિના માટે જાહેર આંકડા મુજબ રિટેલ મોંઘવારી દર વધીને 7.44 ટકા અને ખાદ્ય મોંઘવારી દર 11.5 ટકા પર પહોંચ્યો છે. જ્યારે ફળ અને શાકભાજી ઉપરાંત ઘઉ, ચોખા અને દાળના ભાવ પણ અત્યારથી વધવા લાગ્યા છે. આવામાં જો વરસાદ ઓછો પડ્યો તો મોંઘવારી વધી શકે છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news