Gypsy Bride Market: દુલ્હનોનું બજાર, જ્યાં થાય છે મનગમતી પત્નીની ખરીદી, જાણો ક્યાં ભરાય છે આ બજાર?

મોંઘાદાટ  લગ્નોા જમાનામાં એ પરિવારોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમને પોતાની પુત્રીના લગ્ન કરવાના હોય છે. પણ આ દેશમાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ પરંપરા ચાલતી આવી છે.

Gypsy Bride Market: દુલ્હનોનું બજાર, જ્યાં થાય છે મનગમતી પત્નીની ખરીદી, જાણો ક્યાં ભરાય છે આ બજાર?

મોંઘાદાટ  લગ્નોા જમાનામાં એ પરિવારોએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેમને પોતાની પુત્રીના લગ્ન કરવાના હોય છે. પણ આ દેશમાં આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ પરંપરા ચાલતી આવી છે. જો કરોઈ વિદેશી પર્યટક શનિવારે અહીંના સ્ટારા જગોરા શહેરની મુલાકાત લે તો તેઓ સમગ્ર શહેરને મોજ મસ્તીમાં વ્યસ્ત જોઈને દંગ રહી જશે. હકીકતમાં અહીં દુલ્હનોનું બજાર ભરાય છે. 

બલ્ગેરિયાના આ બજારમાં છોકરીઓ પોતાના ભાવિ પતિને આકર્ષવા માટે એકદમ તૈયાર થઈને આવે છે. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ હોય છે. લોકો અહીં નાચવા, દારૂ પીવા અને ખાણી પીણીની સાથે સાથે વાતચીત કરવા માટે ભેગા થાય છે. આ જગ્યાને જિપ્સી બ્રાઈડ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ડેઈલી મેલના એક રિપોર્ટ મુજબ વસંત અને ઉનાળા દરમિયાન વિવિધ ધાર્મિક રજાઓ પર દુલ્હન બજાર વર્ષમાં ચાર વખત આયોજિત કરવામાં આવે છે. 

સમુદાયની પરંપરા
કલાઈદઝિસ સમુદાય જે પરંપરાગત રીતે તાંબાના કારીગરો તરીકે પોતાનું જીવન જીવતા હોય છે તેઓ આ પરંપરાને વર્ષોથી નિભાવતા આવ્યા છે. આ સમુદાય લગભગ 12મી 14મી સદીમાં બલ્ગેરિયા અને પૂર્વ યુરોપના અન્ય રાજ્યોમાં જઈને રહેવા લાગ્યો છે. 

સમુદાયમાં છોકરીઓને કોઈ પુરુષ સાથે વાત કરવાની પરવાનગી નહીં
આ સમુદાયમાં છોકરીઓ અને મહિલાઓને કોઈ પણ અન્ય પુરુષ સભ્યને મળવાની કે પછી ડેટ કરવાની મંજૂરી નથી. સમૂહ બહાર વિવાહ મનાઈ છે કારણ કે તેમનું માનવું છે કે આ સમુદાયના વિકાસમાં બાધા બનશે. સમુદાયમાં તેમની પુત્રીના લગ્ન 16થી 20 વર્ષની ઉંમર વચ્ચે કરવાની પરંપરા છે. છોકરીઓને 8માં ધોરણમાં એ વિશ્વાસ સાથે શાળામાંથી ઉઠાડી દેવામાં આવે છે કે જો તેઓ આમ નહીં કરે તો તેમના પ્રેમી તેમની ચોરી કરી લેશે. 

આટલામાં મળે દુલ્હન
સૌદાબાજીના દોર બાદ પુરુષ લગ ભગભગ 7500 ડોલરથી લઈને 11300 ડોલર આપીને પોતાના માટે દુલ્હન પસંદ કરે છે. આ રકમ અહીં થતા લગ્નના ખર્ચના કુલ ખર્ચ કરતા ઘણી ઓછી હોય છે. જો કે એવું કહેવાય છે કે સુંદર અને આકર્ષક મહિલાઓ કે જેના ચાહનારા એક કરતા વધુ હોય તેની કિંમત વધી પણ જાય છે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news