રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અડધો દિવસ રજા, સરકારનો મોટો નિર્ણય
અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે. આ દિવસે અયોધ્યા સિવાય દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે. આ વચ્ચે 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અડધો દિવસ રજા રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે. આ વચ્ચે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધો દિવસની રજા રહેશે.
રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (18 જાન્યુઆરી) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના હવાલાથી કહ્યું કે, કેન્દ્ર સરકારની તમામ ઓફિસો 22 જાન્યુઆરીએ અડધો દિવસ બંધ લેશે. આ નિર્ણય અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, રામ મંદિરને લઈને પ્રજાના ઉત્સાહને જોવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
All central govt offices to be closed for half day on Jan 22 in view of 'Ram Lalla Pran Pratishtha' in Ayodhya: Union Minister Jitendra Singh
— Press Trust of India (@PTI_News) January 18, 2024
કેન્દ્ર સરકારનો પરિપત્ર
કેન્દ્ર સરકારના પરિપત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા તમામ કેન્દ્ર સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે. એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને અડધો દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે