અલવર ગેંગરેપ: માયાવતી સાચા દલિત હિતેષી હોય તો ગહલોત સરકારનું સમર્થન પરત ખેંચે

રાજસ્થાન સરકાર બસપાના સહયોગથી ચાલી રહી છે, ત્યાની કોંગ્રેસ સરકાર દલિતની પુત્રી સાથે થયેલ સામુહીક દુષ્કર્મના કેસને દબાવી રહી છે. 

Updated By: May 12, 2019, 06:03 PM IST
અલવર ગેંગરેપ: માયાવતી સાચા દલિત હિતેષી હોય તો ગહલોત સરકારનું સમર્થન પરત ખેંચે

કુશીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે, બસપા અધ્યક્ષ માયાવતીને જો અલવરમાં થયેલા સામુહિક બળાત્કાર કાંડથી ખુબ જ પીડા થઇ રહી છે, તો તેઓ રાજસ્થાન સરકાર પાસેથી સમર્થન પરત ખેંચે. વડાપ્રધાન મોદીએ દેવરિયા અને કુશીનગરમાં થયેલા ચૂંટણી રેલીમાં કહ્યું કે, રાજસ્થાનની સરકાર બસપાનાં સહયોગથી ચાલી રહી છે. ત્યાની કોંગ્રેસ સરકાર દલિત પુત્રીની સાથે સામુહિક બળાત્કારનો કિસ્સો દબાવવામાં લાગેલી છે. બહેનજી (બસપા પ્રમુખ માયાવતી) રાજસ્થાનમાં તમારા સમર્થનમાં સરકાર ચાલી રહી છે. ત્યાં દલિત પુત્રીનો બળાત્કાર થયો છે. તમે તે સરકાર સામે સમર્થન પરત કેમ નથી ખેંચતા ? ઘડીયાળી આંસુ વહાવી રહ્યા છે. 

કોંગ્રેસને પાછળ છોડી BJPના ફોલોવર્સ 1 કરોડથી વધુ, ટ્વિટર પર જમાવ્યો કબ્જો

વડાપ્રધાને કહ્યું કે, તમારા (માયાવતી) સાથે ગેસ્ટ હાઉસકાંડ પર સમગ્ર દેશને પીડા થઇ હતી. આજે અલવર કાંડ પર તમને પીડા શા માટે નથી થઇ રહી. જો થઇ રહી હોય તો નિવેદનબાજી કરવાનાં બદલે રાજસ્થાન સરકારનું સમર્થન પરત ખેંચો. મોદીએ રેલીમાં હાજર લોકોને પુછ્યું કે, આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારવામાં આવ્યા. તમને ગર્વ થયું કો નથી થયું. માથું ઉંચુ થયું કે નથી થયું. છાતી ગજ ગજ ફુલે છે કે નથી ફુલતી. આ ચૂંટણી દેશને એક મજબુત સરકાર આપવાની ચૂંટણી છે. 

ચંબામાં બોલ્યા અમિત શાહ: ફરી વખત સત્તામાં આવી ભાજપ તો દૂર કરી દઇશું કલમ 370

કોંગ્રેસને પાછળ છોડી BJPના ફોલોવર્સ 1 કરોડથી વધુ, ટ્વિટર પર જમાવ્યો કબ્જો
વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદને પહોંચી વળવા માટે સપા, બસપાથી શક્ય નથી. અને બજારમાં વડાપ્રધાન પદનાં જેટલા ચહેરાઓ ફરી રહ્યા છે, તેમાંથી કોઇ પણ આતંકવાદ સામે મજબુતીથી લડવાને યોગ્ય નથી. સપા, બસપા કોંગ્રેસ એવા લોકો છે જે ગલીના ગુંડાઓ પર પણ લગામ લગાવી શકતા નથી. આ આતંકવાદ પર કઇ રીતે લગામ લગાવશે. 

પશ્ચિમ બંગાળમાં એક નહીં પરંતુ બે વખત થયો ભાજપના ઉમેદવાર પર હુમલાનો પ્રયાસ

વડાપ્રધાને કહ્યું કે, હું અતિ પછાત જાતીમાં પેદા થયો પરંતુ દેશને વિશ્વમાં સૌથી આગળ લઇ જવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છું. જે લોકો મોદીની જાતી જાણવા માંગે છે તેઓ કાન ખોલીને સાંભળી લે, મોદી એક જ જાતી છે અને તે ગરીબ છે. આ લોકો મોદીના નહી, પરંતુ ગરીબજાતીનું સર્ટીફિકેટ માંગી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, સપા-બસપાનાં લોકો ગરીબોને લુંટી લુંટીને મોટા મહેલો બનાવી લીધા પરંતુ મે ક્યારે પણ આ રીતે જોડતોડ કરીને અમીર બનવાનું સપનું નથી જોયું.