સરકારની ટીકા કરતા અમોલ પાલેકરના ભાષણને અધવચ્ચેથી અટકાવાયું
પાલેકરે પોતાનાં ભાષણમાં તે નીતિગત્ત પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી, જેના કારણે મુંબઇ અને બેંગ્લુરૂમાં એનજીએમએમાં આયોજીત થનારા પ્રદર્શનની સામગ્રી અને વિષય નિશ્ચિત કરવાનો એકમાત્ર અધિકાર કેન્દ્રના સંસ્કૃતિ મંત્રાલયને મળી જશે
Trending Photos
મુંબઇ : દિગ્ગજ અભિનેતા - નિર્દેશક અમોલ પાલેકરના ભાષણને તે સમયે વચ્ચે અટકાવી દેવામાં આવ્યું, જ્યારે તેમણે સરકારની ટીકા કરવાનું ચાલુ કર્યું. તેઓ અહીં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં એક કાર્યક્રમને સંબોધિ રહ્યા હતા. પાલેકરે શુક્રવારે કલાકાર પ્રભાકર બર્વેની સ્મૃતીમાં આયોજીત એક પ્રદર્શનીનાં ઉદ્ધાટન દરમિયાન ત્યાં હાજર લોકોને સંબોધિત કરી રહ્યા હતા.
પાલેકરે પોતાનાં ભાષણમાં તે નીતિગત્ત પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી, જેનાથી મુંબઇ અને બેંગ્લુરૂમાં એનજીએમએમાં આયોજીત થનારા પ્રદર્શનોની સામગ્રી અને વિષય નક્કી કરવાનો એકમાત્ર અધિકાર કેન્દ્રના સંસ્કૃતી મંત્રાલયને મળી જશે. તેમણે કહ્યું કે, મુંબઇ અને બેંગ્લુરૂ બંન્ને ક્ષેત્રીય કેન્દ્રોમાં કામ કરનારા કલાકારોની સલાહકાર સમિતીઓને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે, જેવુ કે મને ખબર છે. હું અધિકારીક રીતે વિવરણ એકત્ર કરી રહી છું, જેથી આ ઘટનાને સ્થાપિત કરી શકું.
કાર્યક્રમના આયોજકો દ્વારા અટકાવવામાં આવતા પહેલા તેમણે કહ્યું કે, 2017માં અમે કોલકાતા અને પૂર્વોત્તરમાં એનજીએમએની શાખાઓ ખોલવાની યોજના અંગે સાંભળીને ખુશ હતા. મુંબઇનાં આ સ્થળનાં વિસ્તારનાં સમાચાર પણ હૃદયને સ્પર્શી જનાર હતી. જો કે 13 નવેમ્બર, 2018ને એક બીજો વિનાશકારી નિર્ણય સ્પષ્ટ રીતે લેવામાં આવ્યો, જેનું નામ ઓલ ફ્યુચર એક્ઝીબિશન્સ ઓફ આર્ટ વર્કર્સ હતો.
ત્યાર બાદ પાલેકરે કહ્યું કે, તેમને યાદ છે કે કઇ પ્રકારે લેખિતા નયનતારા સહગલને આપવામાં આવેલ એક મરાઠી સાહિત્યીક કાર્યક્રમમાં સમાવિષ્ય હોવાનું નિમંત્રણ પરત લઇ લેવામાં આવ્યું હતું. કારણ કે તેમનું ભાષણઅમારા ચારેય તરફ હાજર પરિસ્થિતીને થોડી ટીકા કરવાનો હતો.
પાલેકરને અટકાવવામાં આવતા તેમણે કહ્યું કે, શું અમે અહીં પણ તેવા જ પ્રકારની સ્થિતી પેદા કરી રહ્યા છે. પાલેકર પોતાનું તૈયાર કરેલુ સંપુર્ણ ભાષણ આપી શક્યા નહોતા. અને તેમને અધવચ્ચેથી જ અટકાવી દેવાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે