અમૃતસર રેલ્વે દુર્ઘટના: આયોજકે કહ્યું ભગવાન છે જવાબદાર, ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો

જે સ્થળે આયોજન કરાયું તે મેદાનની ચોતરફ દિવાલ હતી, સ્ટેજ પરથી વારંવાર જાહેરાત છતા પણ લોકો પાટા પરથી ખસ્યા નહોતા

અમૃતસર રેલ્વે દુર્ઘટના: આયોજકે કહ્યું ભગવાન છે જવાબદાર, ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો

ચંડીગઢ : દશેરા પ્રસંગે થયેલા અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદથી ફરાર તઇ ગયેલા રાવણ દહન કાર્યક્રમનાં આયોજનક સૌરભ મદાન મિઠ્ઠુનું પહેલું નિવેદન સામે આવ્યું છે. સૌરભે એક વીડિયો ઇશ્યું કર્યો છે, જેમાં તે રોતા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે અને પોતાની વિરુદ્ધ કાવત્રાનાં આરોપો લગાવી રહ્યા છે. 

19 ઓક્ટોબરની સાંજે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં રેલ્વે ટ્રેક પર ઉભા રહીને રાવણ દહન જોઇ રહેલા લોકોમાં 59નાં મોત થઇ ગયા હતા. જ્યારે 57 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદથી જ સ્થાનીક કોંગ્રેસ પાર્ષદ વિજય મદાનનાં પતિ સૌરભ મદાન મિટ્ઠુ ફરાર થઇ ગયા હતા. સૌરભે જ રાવણ દહન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેને જોઇને મોટા પ્રમાણમાં લોકો ત્યાં પહોંચ્યા હતા. 

— ANI (@ANI) October 22, 2018

સૌરભે વીડિયોમાં શું કહ્યું ? 
રડી રહેલા સૌરભે હાથ જોડીને વીડિયોમાં કહ્યું કે, દશેરાનાં દિવસે જોડા ફાટક પર દુર્ઘટનાં થઇ. આ દુર્ઘટનાં ખુબ જ ભયાનક અને દુખદ છે. મારા રોમ-રોમ દુખી છે. જે પરિસ્થિતી સર્જાઇ છે તે અંગે હું કાઇ બોલી શકુ તેવી સ્થિતીમાં નથી. તમામ લોકો એકત્ર થાય તેવા સારા ઇરાદાથી રાવણ દહનનું આયોજન કર્યું હતું. તમામ પ્રકારની પરવાનગી અમે લીધી હતી. વાડ પણ અમે બનાવી હતી. અમારી તરફથી કોઇ જ કચાશ રાખવામાં આવી નહોતી. પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા. ફાયર બ્રિગેડ પાણીના ટેંકર પણ મંગાવી રાખ્યા હતા. અમે જ્યાં દશેરા મનાવ્યા ત્યાં બાઉન્ડ્રીની અંદર એક ગ્રાઉન્ડની અંદર હતું. ન કે લાઇન પર. અમે જે ગ્રાઉન્ડમાં દશેરાની ઉજવણી કરી તેની 10 ફુટ ઉંચી દિવાલ હતી. 

લોકો લાઇન પર ઉભા હતા. એકદમ ટ્રેન આવી. કુદરતી રીતે આ દુર્ઘટના બની. તેમાં મારો કોઇ જ વાંક કે ગુનો નથી. કેટલાક લોકો મારી વિરુદ્ધ અંગત ભડાશ કાઢવા માટે આરોપો લગાવી રહ્યા છે. ત્યાં 10 વખત જાહેરાત કરાવવામાં આવી કે રેલ્વે લાઇન પર ઉભા ન રહેશે. મારી હાથ જોડીને વિનંતી છે કે લોકો ગ્રાઉન્ડમાં આવી જાય રેલ્વે લાઇન પર ઉભા ન રહે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news