VIDEO: કેવી રીતે ક્રેશ થઈ ગયું વાયુસેનાનું વિમાન AN-32? આ રહ્યું કારણ

ભારતીય વાયુસોનાના ગુમ થયેલા વિમાન એએન-32નો કાટમાળ મળી આવ્યાં બાદ સર્ચ ઓપરેશન ઝડપી બન્યું છે. 3 જૂનના રોજ ગુમ થયેલા રશિયન બનાવટના IAF એએન-32 વિમાનનો કાટમાળ મંગળવારે અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલોવાળા પર્વતીય વિસ્તાર લીપોમાં જોવા મળ્યો.

VIDEO: કેવી રીતે ક્રેશ થઈ ગયું વાયુસેનાનું વિમાન AN-32? આ રહ્યું કારણ

નવી દિલ્હી: ભારતીય વાયુસોનાના ગુમ થયેલા વિમાન એએન-32નો કાટમાળ મળી આવ્યાં બાદ સર્ચ ઓપરેશન ઝડપી બન્યું છે. 3 જૂનના રોજ ગુમ થયેલા રશિયન બનાવટના IAF એએન-32 વિમાનનો કાટમાળ મંગળવારે અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલોવાળા પર્વતીય વિસ્તાર લીપોમાં જોવા મળ્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા તેની એક તસવીર પણ જારી કરાઈ જેમાં બળેલા ઝાડોની વચ્ચે AN-32 વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. તસવીર જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિમાન પહાડને પાર કરવાની તૈયારીમાં જ હતું પરંતુ ખુબ વાદળો હોવાના કારણે તે પહાડ જોઈ શક્યું નહીં અને વિમાન ક્રેશ થઈ ગયું. 

વાયુસેનાના અધિકારીઓના જણાવ્યાં મુજબ વિમાનમાં સવાર લોકો અંગે જાણકારી મેળવવાના પ્રયત્નો ચાલુ છે. Mi-17s અને ALH વિમાન દ્વારા 15 પર્વતારોહકોને તમામ ઉપકરણો સાથે ઘટનાસ્થળે મોકલાયા છે. જેમાં 9 ભારતીય વાયુસેનાની પર્વતારોહણની ટીમ, 4 આર્મી અને 2 સિવિલિયન (નાગરિકો) સામેલ છે. કેટલાક દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને કેટલાક ટ્રેકિંગ કરી રહ્યાં છે. આ ટુકડી અકસ્માતમાં મુસાફરોના જીવિત બચવાની શક્યતાને ચકાસવા માટે ગઈ છે. 

— ANI (@ANI) June 11, 2019

મંગળવારે AN-32 વિમાનનો કાટમાળ પહાડી વિસ્તારના ગાઢ જંગલમાં જોવા મળ્યો
વાયુસેનાના એમઆઈ-17 હેલિકોપ્ટરે મંગળવારે AN-32 વિમાનનો કાટમાળ પહાડી વિસ્તારના ગાઢ જંગલમાં જોયો હતો. આ વિમાન ગુમ થયાના આઠ દિવસ બાદ તેનો કાટમાળ જોવા મળ્યો હતો. જેમાં કુલ 13 લોકો સવાર હતાં. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે રેસ્ક્યુ ટીમ અકસ્માતમાં લોકોના જીવિત હોવા અંગે જાણકારી મેળવશે. 

રશિયન બનાવટનું AN-32 વિમાન આસામના જોરહાટથી 3 જૂનના રોજ ચીનની સરહદ નજીક મેનચુકા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ જઈ રહ્યું હતું. તેણે ઉડાણ ભર્યા બાદ 33 મિનિટમાં જ બપોરે એક વાગે સંપર્ક ગુમાવ્યો હતો. વિમાન લાપત્તા થયા બાદ વાયુસેનાએ વ્યાપક સ્તર પર અભિયાન શરૂર કર્યું હતું. મંગળવારે વિમાનનો કાટમાળ લીપો વિસ્તારના ઉત્તરમાં લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ જોવા મળ્યો. 

— ANI (@ANI) June 12, 2019

વાયુસેનાએ કહ્યું કે વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત છે કે નહીં તેની સંભાવના અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે. જો કે સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંથી એક આ દુર્ઘટનામાં કોઈના જીવિત હોવાની સંભાવના ઓછી જણાઈ રહી છે. વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું કે પૂર્વ વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ એર માર્શલ આરડી માથુરે સર્ચ ટુકડીના આઠ દિવસ સુધીના નિરંતર પ્રયત્નોને બિરદાવ્યા હતાં. 

એર માર્શલ માથુરે ગુમ થયેલા વિમાન AN-32ની ભાળ મેળવવામાં વાયુસેનાની મદદ કરવા બદલ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ અને મુખ્ય સચિવ સત્યા ગોપાનો પણ આભાર વ્યક્ત કર્યો. પ્રવક્તાએ કહ્યું કે "રાજ્યના ગૌરવાન્વિત અને અત્યાધિક દેશભક્ત લોકોએ રાષ્ટ્રીય કાર્ય માટે ભારતીય વાયુસેનાની મદદ માટે નિરંતર કામ કર્યું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news