Watch Video: સંસદ પર હુમલાની વરસીના દિવસે સુરક્ષામાં ભારે ચૂક, વિઝિટર ગેલેરીમાં 2 લોકો નીચે કૂદ્યા, સ્પ્રે છાટ્યું
સંસદની સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા હડકંપ મચી ગયો છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન આજે 2 લોકો લોકસભા ગૃહમાં વિઝિટર ગેલેરીમાંથી નીચે કૂદ્યા. તેમના હાથમાં કઈક સામાન હતો. ત્યારબાદ લોકસભામાં અફરાતફરી મચી ગઈ.
Trending Photos
સંસદની સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા હડકંપ મચી ગયો છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન આજે 2 લોકો લોકસભા ગૃહમાં વિઝિટર ગેલેરીમાંથી નીચે કૂદ્યા. તેમના હાથમાં કઈક સામાન હતો. ત્યારબાદ લોકસભામાં અફરાતફરી મચી ગઈ. જો કે ત્યારબાદ સાંસદોએ તેમને પકડી લીધા અને સુરક્ષાકર્મીઓે સોંપી દીધા. લોકસભાની કાર્યવાહી હાલ સ્થગિત કરાઈ છે. અત્રે જણાવવાનું કે આજે સંસદ પર થયેલા આતંકી હુમલાી વરસી છે.
#WATCH | An unidentified man jumps from the visitor's gallery of Lok Sabha after which there was a slight commotion and the House was adjourned. pic.twitter.com/Fas1LQyaO4
— ANI (@ANI) December 13, 2023
#WATCH | Security breach in Lok Sabha | Congress MP Karti Chidambaram says "Suddenly two young men around 20 years old jumped into the House from the visitor's gallery and had canisters in their hand. These canisters were emitting yellow smoke. One of them was attempting to run… pic.twitter.com/RhZlecrzxo
— ANI (@ANI) December 13, 2023
એવું કહેવાય છે કે જે બ વ્યક્તિ કાર્યવાહી દરમિયાન કૂદ્યા તેમાંથી એકનું નામ સાગર છે. બંને સાંસદોના નામ પર લોકસભા વિઝિટર પાસ પર આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બે દર્શકો ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કઈક ફેંકવામાં આવ્યું. જેમાંથી ગેસ નીકળતો હતો. આ લોકોને સાંસદોએ પકડી લીધા. સુરક્ષાકર્મીઓએ તેમને બહાર કાઢ્યા. સદન બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાયું. આ નિશ્ચિત રીતે સુરક્ષા ચૂક છે.
યુવકોના હાથમાં હતું સ્મોક ક્રેકર
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે અચાનક લગભગ 20 વર્ષના બે યુવકો વિઝિટર ગેલેરીમાંથી સદનમાં કૂદ્યા અને તેમના હાથમાં સ્મોક ક્રેકર હતા. આ સ્મોક ક્રેકરથી પીળો ધુમાડો નીકળતો હતો. તેમાંથી એક અધ્યક્ષની ખુરશી તરફ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. કેટલાક નારા લગાવી રહ્યા હતા. ધૂમાડો ઝેરી હોઈ શકતો હતો. આ સુરક્ષાની ગંભીર ચૂક છે. ખાસ કરીને 13 ડિસેમ્બર કે જ્યારે 2001માં આ જ દિવસે સંસદ પર હુમલો થયો હતો.
લોકસભામાં ગેસ સ્પ્રે છોડનાર બે આરોપીઓને સુરક્ષાકર્મીઓએ પકડ્યા....#ParliamentAttack #SecurityBreach #LokSabha #Securitylapse #ZEE24KalakOriginalVideo pic.twitter.com/uDz1sfpTWa
— Zee 24 Kalak (@Zee24Kalak) December 13, 2023
સંસદની બહારથી 2 લોકોની અટકાયત કરાઈ
બીજી બાજુ સંસદ ભવન બહાર સ્મોક ક્રેકર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે પરિવરન ભવન સામેથી અટકાયતમાં લીધા છે. પોલીસે એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરી છે. જે રંગીન ધુમાડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ હિસારની રેડ સ્ક્વેર માર્કેટમાં રહેતી 42 વર્ષની કૌર સિંહની પુત્રી નીલમ તરીકે થઈ છે. જ્યારે બીજી વ્યક્તિની ઓળખ લાતૂરના ધનરાજ શિંદના પુત્ર અમોલ શિંદે તરીકે થઈ છે.
#WATCH | Delhi: Two protestors, a man and a woman have been detained by Police in front of Transport Bhawan who were protesting with colour smoke. The incident took place outside the Parliament: Delhi Police pic.twitter.com/EZAdULMliz
— ANI (@ANI) December 13, 2023
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે