મલ્લિકા-એ-હુસ્ન અનારકલીને અકબર કેમ હરમમાં રાખતો હતો કેદ? રાત-દિવસ તેની સાથે શું કરવામાં આવતું?

Anarkali Mughal Harem: ખુબસુરતી માટે દુનિયાભરમાં જાણીતી અનારકલીનું જીવન કેમ દુઃખો અને યાતનાઓથી ભરેલું હતું? અકબર અને અનારકલી વિશેની મુગલકાળની આ કહાની તમારા રૂંવાડા ઉભા કરી દેશે.

મલ્લિકા-એ-હુસ્ન અનારકલીને અકબર કેમ હરમમાં રાખતો હતો કેદ? રાત-દિવસ તેની સાથે શું કરવામાં આવતું?

Anarkali Mughal Harem: કહેવાય છેકે, ઈતિહાસની સૌથી સુંદર સ્ત્રીઓમાં અનારકલીનું આગવું સ્થાન હતું. તેની એક ઝલક જોવી એ પણ કિસ્મતની વાત હતી. મુગલકાળમાં અનારકલી હંમેશા ચર્ચાનો વિષય રહી. અકબર અનારકલીને કેમ હરમમાં કેદ રાખતો હતો એ પણ એક મોટો સવાલ છે? ભારતનો ઈતિહાસ એટલો જૂનો છે કે જો કોઈ વ્યક્તિ તેના વિશે વાંચવાનું શરૂ કરે તો ઘણા વર્ષો વીતી જાય.

દરેક યુગ અથવા સમયગાળા વિશે વિગતવાર જાણવામાં પણ ઘણા દાયકાઓ પસાર થઈ શકે છે. મુઘલ શાસન ભારતના ઈતિહાસમાં એક એવો યુગ હતો, જેના વિશે ઈતિહાસમાં રસ ધરાવનાર દરેક વ્યક્તિ જાણવા આતુર છે. મુઘલોએ કેટલાંક વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. મુગલ શાસન દરમિયાન હરામ પ્રથા ખૂબ જ શરમજનક હતી. આનો ઉલ્લેખ ઘણા ઈતિહાસકારોએ કર્યો છે. મુઘલ કાળના સૌથી મોટા બાદશાહ અકબરના શાસનકાળ દરમિયાન હરામનો વ્યાપ વિશાળ હતો.

ઈતિહાસકારો જણાવે છે કે અકબરના હેરમમાં 5000થી વધુ મહિલાઓ રહેતી હતી. અકબરના હેરમમાં એક મહિલાનો સૌથી વધુ ઉલ્લેખ થાય છે તે અનારકલી હતી. અનારકલી સુંદરતાની એવી રાણી હતી જે માત્ર ગણતરીના લોકો અથવા અકબરની રાણીઓ જ કરતી હતી. ઈતિહાસકારો કહે છે કે અનારકલીની સુંદરતાના દિવાના બનેલા અકબરે તેને હરામમાં અલગથી કેદ કરી હતી. અનારકલીના વૈભવમાં કોઈ કમી નહોતી.

પરંતુ તેમનું જીવન કેદીઓનું હતું. અકબરની કડક સૂચના હતી કે અનારકલીના હરમની આસપાસ કોઈએ ભટકવું નહીં. કહેવાય છે કે અકબરને અનારકલીથી એક બાળક પણ હતું. અનારકલીના જીવનમાં ભૂકંપ આવી ગયો જ્યારે તે અકબરના પુત્ર સલીમને મળી. સલીમ એટલે કે જહાંગીર અનારકલીને ખૂબ પ્રેમ કરવા લાગ્યો.

જેના કારણે અકબરે સલીમના લગ્ન કરાવી દીધા હતા. આમ છતાં સલીમનો અનારકલી પ્રત્યેનો પ્રેમ ઓછો ન થયો. સલીમના પ્રેમને કારણે અકબરે અનારકલીને દિવાલોમાં જીવિત ચણાવી દીધી હતી. ઘણા ઈતિહાસકારો એવું પણ કહે છે કે અનારકલીના પુત્રએ જ તેની હત્યા કરી હતી. મુગલ શાસન સાથે જોડાયેલી સલીમ અને અનારકલીની આ કહાની પર બોલીવુડની શાનદાર ફિલ્મ મુગલ-એ-આજમ પણ બની હતી. આ ફિલ્મમાં મુગલકાળ અને અકબર સલીમ અને અનારકલીની કહાની બખુબી બતાવવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news