deputy chief minister

કાયદો અને બંધારણ બધુ જ હિન્દુ બહુમતી છે ત્યાં સુધી છે, પછી અરાજકતા સિવાય બીજુ કંઇ જ નહી હોય

ગુજરાતના પ્રથમ ભારત માતાના મંદિરનું નિર્માણ કરાયું છે. ભારતત માતાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભાનું પણ આયોજન થયું હતું ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા VHP અને RSS ના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં નીતિન પટેલનું એક નિવેદન ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી હિંદુઓ બહુમતીમાં છે. જો હિંદુઓ લઘુમતી થઇ ગયા તો ન તો કોઇ કોર્ટ કચેરી હશે ન કોઇ કાયદો. 

Aug 28, 2021, 04:15 PM IST

GUJARATમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી આ ફોર્મ્યૂલા!

આજે નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે અનેક મહત્વના મુદ્દે સ્પષ્ટતા કરી હતી. જેમાં દરેક સામાન્ય વર્ગને અસર કરતા પેટ્રોલ ડીઝલની કિંમતો પર તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે પેટ્રોલ ડીઝલની ઘટતી કિંમતો અંગે જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલ ઉપર ઓછામાં ઓછો વેટ લેનારા રાજ્યો પૈકીનું એક રાજ્ય છે ગુજરાત. એક રાજ્ય છે બીજા કોઈ રાજ્ય વિચારણા કરશે ત્યારે રાજ્ય સરકાર પણ વિચારણા કરશે. આખા દેશમાં પેટ્રોલ-ડીઝલ ઉપરનો પરનો જે ટેક્સ છે તે ગુજરાતમાં સૌથી ઓછો છે. આમાં ઘટાડો કરવાની કોઇ જ શક્યતા નથી. જેથી પેટ્રોલ ડીઝલની કિંમતો પર પેટ્રોલ કંપનીઓ રાહત આપે તો જ સુધારો શક્ય છે. જો કે અન્ય કોઇ રાજ્યો દ્વારા ઘટાડો કરવામાં આવે તો આ અંગે અમે પણ વિચારીશું તેવી રાહત રૂપ સમાચાર તેમણે આપ્યા હતા. 

Jul 22, 2021, 10:49 PM IST

જુગારીયા ધારાસભ્ય કેસરીસિંહ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન

કાલે માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ જુગાર રમતા ઝડપાયા હતા. ભાજપના ધારાસભ્ય હોવાના નાતે સીનિયર નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. જો કે નીતિન પટેલે આ અંગે કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે, આ અંગે મને વધારે ખબર નથી. મીડિયા દ્વારા થોડી માહિતી છે. મારી જાણકારીમાં છે તે અનુસાર પ્રદેશ સંગઠન દ્વારા વિગતો અને ખુલાસા માંગતી નોટિસ આપવામાં આવી છે. શિસ્ત વિષયક કામગીરી સંગઠન સ્તરે થશે. 

Jul 2, 2021, 09:23 PM IST

જ્યાં કલાકો સુધી નાગરિકો ટ્રાફીકમાં ફસાતા હતા, ત્યાં મિનિટોમાં નિકળી જશે ખબર પણ નહી પડે

શહેરના નાગરિકોની સુખાકારી માટે શહેરમાં સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી ધોરણે કાર્યરત છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી કડીરૂપ સરખેજ ગાંધીનગર હાઇવે પર સતત વધી રહેલા વાહનવ્યવહારના કારણે અનેક બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે થલતેજ અંડરપાસથી ગોતા સુધીનો ૪૨૦૦ મીટરનો કુલ ૪.૧૮ કિ.મી એલીવેટેડ બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. 

Jun 27, 2021, 07:10 PM IST

સમગ્ર દેશમાં વર્ષ 2020-21 માં આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ નંબરે: નીતિન પટેલ

આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમે આવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશના બધા જ રાજયોને સાથે લઇને આરોગ્ય સેવાના આધારે દેશના બધા જ રાજ્યની આરોગ્ય સેવાની મૂલ્યાંકન કરવામાં આવે છે

Jun 4, 2021, 06:35 PM IST

કોરોના પરિસ્થિતિ ગંભીર બનતા સુરત દોડી ગયા મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ, યોજાઈ મહત્વની બેઠક

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ સુરતમાં જોવા મળી રહ્યા છે. એવામાં પરિસ્થિતિ વધું ગંભીર બનતા આરોગ્ય મંત્રી સુરત પહોંચી ગયા હતા. જો કે, રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સુરત દોડી આવ્યા

Apr 6, 2021, 03:42 PM IST

Vidhan Sabha માં 'બાવળીયા' મુદ્દે હાસ્ય બાદ ઉગ્ર ચર્ચા, અધ્યક્ષે કરી આવી ટકોર

વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ (DyCM) કોંગ્રેસે બાવળીયા વાવ્યા હોવાનું નિવેદન આપતા કોંગ્રેસના નેતા (Congress Leader) દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો

Mar 31, 2021, 05:23 PM IST

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી એવી ટિપ્પણી કે કરીના કપુર થઇ જશે ધુંવાપુંવા

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગરમાં જાહેર સભા સંબોધી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે તૈમુર લંગ વિશે પણ નિવેદન આપ્યું હતું. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચારનાં છેલ્લા દિવસે અનેક સભાઓ સંબોધી હતી. નાગરિકોને ભાજપ પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું શાસન પણ જોયું છે. ગુજરાતે આ શાસન દરમિયાન જે વિકાસ કર્યો છે તે નાગરિકો જોઇ શકે છે. જો કે આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ અને વિધર્મીઓના મુદ્દા પર રહ્યું હતું. 

Feb 18, 2021, 11:52 PM IST

આવું પણ બને? સરકારે બ્રિજ માટે 60 કરોડ ફાળવ્યા પણ કોન્ટ્રાક્ટરે પાણીના ભાવે તૈયાર કર્યો બ્રિજ

જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ વિકાસ કામોને ધીરે ધીરે વેગ આપવામાં આવી રહ્યો છે. નવા નવા પ્રક્લપોના લોકાર્પણ, ખાતમુહર્ત અને ભૂમિપૂજન થઇ રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરનાં એક બાદ એક બ્રિજનું લોકાર્પણ થઇ રહ્યું છે. તેવામાં થલતેજ - શીલજને જોડતા રાંચરડા ચાર રસ્તા પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 55 કરોડનાં ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજ તૈયાર થયો છે. ગુજરાત સરકાર તથા રેલવે મંત્રાલય દ્વારા શહેરનાં ખુબ જ વ્યસ્ત ગણાતા વિસ્તારમાં બનાવાયેલા બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. 

Jan 21, 2021, 05:04 PM IST

કોરોના વેક્સિનના 10 કરોડ ડોઝ બે દિવસ પછી આવશે ગુજરાત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત

ગુજરાતમાં કોરોના વેક્સિન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં વેક્સિન માટેના ડ્રાય રનની શરૂઆત અનેક જિલ્લાઓમાં કરી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ પત્રકારોને જણાવ્યું કે, ભારત સરકાર તરફતી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજે અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજુરી આપી ચુકાઇ છે. પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે. તે લોકોનું લીસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. 

Jan 2, 2021, 07:28 PM IST

મોરબીમાં કાંતિ અમૃતિયા નારાજ નથી અને પાર્ટીમાં કોઈ જુથવાદ નથી: નીતિન પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દિન નિમીતે રાજકોટ પોલીસ દ્વારા આયોજિત એકતા પરેડને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપી હતી. પોલીસ દ્વારા એકતા દિવસ નિમીતે પોલીસ બેન્ડ સાથે પરેડ યોજવામાં આવી હતી. નીતિન પટેલે આજના દિવસને સામાજિક એકતા અને અખંડિતતાનો દિવસ ગણાવ્યો હતો.

Oct 31, 2020, 01:18 PM IST

EXCLUSIVE VIDEO: વડોદરામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ફેંકાયું ચપ્પલ

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન પેટાચૂંટણીના કારણે તમામ બેઠકો પર પ્રચાર કરી રહ્યા છે. ભાજપનાં તમામ દિગ્ગજો પોતાની તમામ શક્તિ લગાવીને મહત્તમ ઉમેદવારો જીતે તેવા પ્રયાસો કરી રહ્યા છે. જેના અનુસંધાને મુખ્યમંત્રીથી માંડીને તમામ કાર્યકર્તાઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવામાં નાયબ મુખ્યપ્રધાન કરજણના કરોલી ગામમાં સભાને સંબોધિત કરી હતી. કરજણના કરોલી ગામમાં ચપ્પલ ફેંકાયું હતું. 

Oct 26, 2020, 07:51 PM IST

પલ્લી પરંપરા અતૂટ: રાજ્ય સરકારની મનાઇ છતાં રૂપાલમાં મોડી રાતે યોજાઈ પલ્લી

ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી

Oct 26, 2020, 08:41 AM IST

લોકડાઉન થશે કે નહી તે અંગે નાયબ મુખ્યપ્રધાને કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું નીતિન પટેલે !

હાલમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગુજરાતમાં વિકટ થઇ રહી છે. રોજિંદી રીતે 1400થી પણ વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. જેના કારણે હોસ્પિટલ અને વેન્ટિલેટર તથા ઓક્સિજન સહિતની અનેક સમસ્યાઓનો સામનો સરકાર કરી રહી છે. તેવામાં કોરોનાને કાબુ કઇ રીતે કરવો તે ગુજરાત સરકાર માટે પણ એક પડકારજનક પ્રશ્ન બની ચુક્યો છે. વિવિધ શહેરોનાં અલગ અલગ વેપારી મંડળો દ્વારા સ્વયંભુ બંધ પાળવામાં આવી રહ્યા છે. તેવામાં કોરોનાને કાબુમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવી શકે છે તેવા પ્રકારનાં સમાચારો સમયાંતરે માધ્યમોમાં ચમકતા રહે છે.

Sep 24, 2020, 07:25 PM IST

ઉંઝામાં 360 આવાસોનું મુખ્યમંત્રી/નાયબ મુખ્યમંત્રી દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રીનીતિન પટેલની હાજરીમાં મહેસાણા જિલ્લાના ઉંઝા નગરપાલિકા દ્વારા રામનગર ખાતે નિર્માણ થયેલ ૩૬૦ આવાસોનું ગાંધીનગર  ખાતેથી ઇ લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ પ્રજાહિતના કામો કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર હોય એવો સંકલ્પ જાહેર કર્યો છે તે દિશામાં નક્કર કામગીરી કરીને રાજ્ય સરકારે ૪ લાખ આવાસો પુર્ણ પણ કરી દીધા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ઘરવિહોણાને પાકું અને સુવિધાયુ્કત આવાસ મળે  તે માટે સરકાર કટિબધ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આવા આવાસો નિર્માણ કરી જરૂરીયાતમંદ નાગરિકો માટે છતનું નિર્માણ કર્યું છે.

Aug 6, 2020, 09:20 PM IST

ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અમે કર્મચારીઓને સાથે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિભાગ આમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે

Jul 22, 2020, 05:22 PM IST
Deputy Chief Minister Nitin Patel also joined jalyatra Bhagvan Jagannath PT26M49S
Exclusive Interview With Deputy Chief Minister Nitin Patel On Zee 24 Kalak PT16M51S

Exclusive: Zee 24 Kalak સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાસ વાતચીત

Exclusive Interview With Deputy Chief Minister Nitin Patel On Zee 24 Kalak

May 31, 2020, 05:50 PM IST

કોંગ્રેસી ધારાસભ્યએ આખા રાજ્યને ખતરામાં મુક્યું? કોરોના હોવા છતા CM સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક

જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. 

Apr 14, 2020, 09:42 PM IST
Deputy Chief Minister Nitin Patel's Press Conference On Corona Issue PT7M23S

કોરોના મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ, જુઓ Video

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સરકારી કચેરીમાં નાગરિકોને આવવા જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વિધવા પેન્શનરો સહિતના લોકોને બે માસનું પેન્શન એક સાથે આપવામાં આવશે. હોટલમાં જમવાની કોઈ વ્યવસ્થા આપવામાં આવશે નહીં. એપીએલ અને બીપીએલ કાર્ડ ગ્રાહકોને બે માસનું રાશન એક સાથે આપવામાં આવશે.

Mar 20, 2020, 08:00 PM IST