આંધ્ર પ્રદેશ

ભારે વરસાદથી આંધ્ર પ્રદેશ-તેલંગણામાં 25 લોકોના મોત, પીએમ મોદીએ તમામ શક્ય મદદની ખાતરી આપી

હૈદરાબાદમાં સતત વરસાદે શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ કર્યું છે અને જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. તેલંગણા રાજ્ય તંત્રની વિનંતી પર ચાર એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે.

Oct 14, 2020, 09:49 PM IST

Zee Hindustan App: એક એપમાં સમાઇ જશે હિંદુસ્તાનની ઝલક

આ વિભિન્ન ભાષાઓ દ્વારા તમે કેરલ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તમામ સ્થાનિક સમાચારો સાથે-સાથે અને વિદેશની મુખ્ય ગતિવિધિઓ પર નજર રાખી શકે છે. 

Sep 11, 2020, 04:58 PM IST

આંધ્ર પ્રદેશ: CIDના APCOના પૂર્વ ચેરમેનના ઘર પર દરોડા, સોના-ચાંદી સહિત 1 કરોડ કેસ જપ્ત

આંધ્ર પ્રદેશ (Andra Pradesh)માં CIDએ ખાજિપેટમાં APCO (State Handloom Weavers Cooperative Society)ના પૂર્વ ચેરમેન ગુજ્જલા શ્રીનિવાસુલુ (Former Chairman Gujjala Srinivasulu)ના આવાસ અને કાર્યાલય પર દરોડા પાડ્યા. તેમના આવાસથી 3 કિલો સોનું, 2 કિલો ચાંદી, 1 કરોડ રૂપિયાથી વધારે કેસ અને સંપત્તિના દસ્તાવેજ જપ્ત કર્યા છે. CIDના અધિકારીઓએ જણાવ્યું કે, 10 લાખ રૂપિયાની જુની નોટ અને 10 લાખના નવી નોટ શ્રીનિવાસુલુના હૈદરાબાદના મકાનથી મળી આવ્યા છે.

Aug 22, 2020, 12:38 PM IST

આંધ્ર પ્રદેશ: ચિત્તૂર જિલ્લામાં હટસન ડેરી પ્લાન્ટમાં ગેસ લીક, અનેક મહિલાઓ બેભાન થઈ ગઈ

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં ચિત્તૂર જિલ્લામાં એમ બંડાપલ્લી ગામમાં હટસન ડેરી પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીક થયો. અમોનિયા ગેસની ચપેટમાં આવીને 20 મહિલાઓ બીમાર થઈ. મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

Aug 21, 2020, 07:40 AM IST

વિજયવાડા: હોટલમાં લાગેલી ભીષણ આગમાં 10 કોરોના દર્દીઓના જીવ ગયા, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ના વિજયવાડામાં એક હોટલ (Hotel) માં ભીષણ આગ (Fire) લાગી છે. મળતી માહિતી મુજબ આ હોટલનો હોસ્પિટલ દ્વારા કોવિડ (Covid-19)ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ થતો હતો. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. આગને ઓલવવાની કોશિશ ચાલુ છે. 

Aug 9, 2020, 08:02 AM IST

વિશાખાપટ્ટનમઃ હિન્દુસ્તાન શિપયાર્ડમાં અચાનક ક્રેન તૂટી નીચે પડી, અત્યાર સુધી 11ના મોત

Visakhapatnam News: વિશાખાપટ્ટનમમાં શનિવારે થયેલી દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. અહીં હિન્દુસ્તાન શિપયાર્ડમાં લાગેલી ક્રેન તૂટીને અચાનક નીચે પડી હતી. જેમાં 11 મજૂરોના મૃત્યુ થયા છે.
 

Aug 1, 2020, 03:29 PM IST

વિશાખાપટ્ટનમ: દવા કંપનીમાં ગેસ લીક થતા 2 લોકોના મોત, વિસ્તારમાં અફરાતફરી મચી

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ગેસ લીકેજની ઘટના ઘટી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

Jun 30, 2020, 07:23 AM IST

શ્રમિકો ભરેલી ટ્રકની ખાલીખમ બસ સાથે ભીષણ ટક્કર, આઠના દર્દનાક મોત, 55 ઘાયલ 

મધ્ય પ્રદેશના ગુના પાસે ગુરુવારે વહેલી સવારે એક ખાલી બસ અને ટ્રક કન્ટેઈનરની ટક્કરથી ટ્રકમાં સવાર આઠ પ્રવાસી શ્રમિકોના મોત થયા છે અને લગભગ 55 જેટલા લોકો ઘાયલ થયા છે. આ પ્રવાસી મજૂરો લોકડાઉનના કારણે એક ટ્રકમાં સવાર થઈને મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહ્યાં હતાં. 

May 15, 2020, 09:46 AM IST

આંધ્ર પ્રદેશમાં દુર્ઘટના, હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવ્યું ટ્રેક્ટર, 9 મજૂરોના મોત

પ્રકાશમ જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ છે. અહીં 30 મજૂરોને લઈ જઈ રહેલ ટ્રેક્ટર હાઈ ટેન્શન વાયરની ઝપેટમાં આવી ગયું હતું. તેમાં 9 લોકોના મોત થયા છે. 
 

May 14, 2020, 10:24 PM IST

Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત, ગેસ લિકેજને નિયંત્રણ કરતું કેમિકલ મોકલાયું

વિશાખાપટ્ટનમ ગેસકાંડ બાદ આંધ્ર પ્રદેશના વ્હારેની ગુજરાત આવ્યું છે. મુન્દ્રા અદાણી પોર્ટમાંથી કેમિકલનો જથ્થો આંધ્રપ્રદેશ માટે મોકલાયો છે. એરફોર્સના એએન-32 ટુ એરક્રાફ્ટ  દ્વારા ડોર્ફ કેટલ કેમિકલનો જથ્થો આજે મુન્દ્રા હવાઈ પટ્ટીથી વિશાખાપટ્ટનમ મોકલી અપાયો છે. સ્ટાઈરીન (styrene)  ઇન હેબીટરથી હવે એલજી પોલિમર કંપનીમાં ગેસ લિકેજ (Vizag Gas Leak) ની સામેની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. 

May 10, 2020, 03:50 PM IST

વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાંથી ફરીથી ઝેરી ગેસ લીક, આજુબાજુના ગામડા ખાલી કરાવાઈ રહ્યાં છે

વિશાખાપટ્ટનમમાં એકવાર ફરીથી ગેસ લીકેજની ઘટના સામે આવી છે. ગુરુવારે વહેલી સવારે જ્યાંથી ગેસ લીક થયો હતો અને 11 લોકોના ભોગ લેવાયા હતાં ત્યાંથી ફરીથી એ જ જગ્યાએથી ગત મધરાતે ગેસ લીક થવાના અહેવાલ છે. ઘટનાસ્થળે ફાયરકર્મીઓ હાજર છે અને તેમની સાથે એનડીઆરએફના કર્મચારી પણ મોરચો સંભાળી રહ્યાં છે. આ સાથે જ ગેસ લીકને નિષ્ક્રિય કરવા માટે પીટીબીસી કેમિકલ એર ઈન્ડિયાના સ્પેશિયલ કાર્ગો વિમાનથી ગુજરાતથી વિશાખાપટ્ટનમ પહોંચ્યો છે. 

May 8, 2020, 06:49 AM IST

Vizag GasLeak: ખતરનાક સ્ટાઈરીન ગેસ માણસને જોતજોતામાં ભોયભેગો કરી દે છે

વિશાખાપટ્ટનમના આર.આર. વેંકટપુરમ ગામમાં આજે વહેલી સવારે 2.30 કલાકે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં ગેસ લીક (Vizag Gas Leak) થવાને કારણે એક બાળક સહિત 8 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે, 100 લોકોની હાલત હજી ગંભીર બતાવાઈ રહી છે. 1000થી વધુ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ગેસ લીકને કારણે 3 કિલોમીટર સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સાવચેતીના ભાગરૂપે 6 ગામોને ખાલી કરાવાયા છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકોને દરવાજા તોડીને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. તો સાથે જ રસ્તા પર ઠેકઠેકાણે ઢળી પડેલા લોકો જોવા મળ્યા હતા. 

May 7, 2020, 01:14 PM IST

વિશાખાપટ્ટનમ: ભોપાલ બાદ દેશમાં સૌથી મોટો ગેસકાંડ!, અત્યાર સુધી 11ના મોત, 1000 લોકો હોસ્પિટલમાં દાખલ

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે 2.30 વાગે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં થયેલા ગેસ લીકેજના કારણે એક બાળક સહિત 11 લોકોના મોત થયા છે. જ્યારે 100થી વધુ લોકોની હાલત ગંભીર છે. 1000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણસર 6 જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે. પ્લાન્ટથી જે ગેસ લીક થયો છે તે સ્ટાઈરીન હોવાનું કહેવાય છે. 

May 7, 2020, 12:30 PM IST

વિશાખાપટ્ટનમ: ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક, બાળક સહિત 7ના દર્દનાક મોત, અનેક ગામ ખાલી કરાવાયા

આંધ્ર પ્રદેશમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાના કારણે 7 લોકોના દર્દનાક મોત થયા છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. આ ઘટના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામની છે. ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે. 

May 7, 2020, 08:14 AM IST

આંધ્ર પ્રદેશમાં દિશા બિલ થયું લાગૂ, રેપના આરોપીઓને 21 દિવસમાં મળશે સજા-એ-મોત

આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) એ રાજ્યમાં દિશા બિલ (Disha Bill)ને લાગૂ કરી દીધું છે. આ બિલ હેઠળ રેપ કેસની સુનાવણી 21 દિવસમાં પુરી થઇ જશે. આંધ્ર પ્રદેશમાં દિશા બિલ લાગૂ થયા બાદ 21 દિવસમાં આરોપીને સજા-એ-મોત (Death Sentence) આપવામાં આવશે. 

Jan 3, 2020, 10:26 AM IST

PM મોદીએ પણ જોયો સૂર્યગ્રહણનો નજારો, પરંતુ રહી ગઈ આ કસર

Solar Eclipse 2019: પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે દેશવાસીઓની જેમ હું પણ સૂર્યગ્રહણ (solar eclipse)  જોવા માટે ઉત્સુક હતો. દુર્ભાગ્યવશ અમે ગાઢ વાદળોના કારણે સૂર્ય જોઈ શક્યા નહીં. પરંતુ કોઝિકોડમાં લાઈવ સ્ટ્રીમ દ્વારા અમને આ નજારો જોવા મળી ગયો. એક્સપ્રટ સાથે અમે આ આંગે જાણકારી મેળવી. 

Dec 26, 2019, 11:58 AM IST

આજનું આ સૂર્યગ્રહણ કોના માટે છે લાભદાયક અને કોના માટે લાવ્યું છે અશુભ સંકેત, ખાસ જાણો

સૂર્યગ્રહણ હોય કે પછી ચંદ્રગ્રહણ તેની અસર આપણી રાશિઓ પર ખાસ જોવા મળે છે. જ્યોતિષીઓનું માનવું છે કે વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ કર્ક, તુલા, મીન, અને કુંભ રાશિ માટે ફાયદાકારક છે. જો કે જ્યોતિષીઓએ ધનુ, વૃષભ, કન્યા, અને મકર રાશિના જાતકો માટે અશુભ સંકેત આપ્યા છે. 

Dec 26, 2019, 10:27 AM IST

અનોખુ મંદિર...જે સૂર્યગ્રહણ વખતે પણ રહે છે ખુલ્લું, લોકો ખાસ કરે છે પૂજા અર્ચના

આ મંદિરમાં ભક્તો માટે રાહુ કેતુ પૂજા ઉપરાંત અહીં કાલહસ્તીશ્વર સ્વામીની અભિષેકમ પૂજા થાય છે. જેમને જ્યોતિષમાં કોઈ દોષ હોય તેઓ અહીં ગ્રહણ દરમિયાન આવે છે અને રાહુ કેતુ પૂજા બાદ ભગવાન શિવ અને દેવી જ્ઞાનપ્રસૂનઅંબા (માતા પાર્વતી)ની પણ પૂજા કરે છે. 

Dec 26, 2019, 10:02 AM IST

આંધ્ર પ્રદેશ: આ સાંસદે પોલીસકર્મીના જૂતાને જાહેરમાં કરી KISS, વાઈરલ થયો VIDEO 

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) માં સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ (YSR Congress) ના એક સાંસદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પોલીસકર્મીના જૂતાને ચુંબન કરીને બધાને ચોંકાવી દીધા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં વાયએસઆર સાંસદ એક પોલીસકર્મીના જૂતાને સાફ કરતા અને પછી ચુંબન કરતા જોવા મળી રહ્યાં છે. 

Dec 21, 2019, 02:53 PM IST

આંધ્ર પ્રદેશ વિધાનસભામાં 'દિશા' બિલ પાસ, દુષ્કર્મીઓને 21 દિવસમાં થશે સજા

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)  વિધાનસભામાં આજે એક મહત્વનું બિલ પાસ થયું. મહિલાઓ અને માસૂમ બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગેના આ દિશા બિલ મુજબ દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ (Gang Rape) ના દોષિતોને મોતની સજા આપવાની છૂટ છે અને આ મામલાની સુનાવણી 21 દિવસની અંદર ખતમ કરવી પડશે. 

Dec 13, 2019, 04:41 PM IST