Coronavirus: આર્મીએ શરૂ કર્યું ઓપરેશન નમસ્તે, આ રીતે કરશે લોકોની મદદ

કોરોના વાયરસ વિરૂદ્ધ ભારતીય સેનાએ  ઓપરેશન નમસ્તેની શરૂઆત કરી છે અને સેના તરફથી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

Coronavirus: આર્મીએ શરૂ કર્યું ઓપરેશન નમસ્તે, આ રીતે કરશે લોકોની મદદ

નવી દિલ્હી : કોરોના વાયરસ વિરૂદ્ધ ભારતીય સેનાએ ઓપરેશન નમસ્તેની શરૂઆત કરી છે. આ માટે સેના તરફથી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વાતની જાહેરાત કરતા આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું છે કે સેનાએ ભૂતકાળમાં પણ અનેક અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યા છે અને ઓપરેશન નમસ્તેને પણ સફળતાપૂર્વક આટોપી લેવામાં આવશે. 

— ANI (@ANI) March 27, 2020

આ સિવાય સેના તરફથી  હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સેનાએ સધર્ન કમાન્ડ, ઇસ્ટર્ન કમાન્ડ, વેસ્ટર્ન કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, સાઉથ કમાન્ડ તેમજ દિલ્હી મુખ્યાલયમાં કોરોના હેલ્પ લાઇન સેન્ટર બનાવ્યું છે. 

શુક્રવાર 267 માર્ચે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આના મારફતે કોરોના વાયરસ સામે લડી રહેલા લોકોના પરિવારને મદદ કરવામાં આવશે તેમજ સામાન્ય લોકોને કોરોના વિશે જાણકારી આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news