Corona: મેટ્રો, બસ, રેસ્ટોરન્ટથી લઈને લગ્ન અને અંતિમ સંસ્કાર સુધી, દિલ્હીમાં અનેક પ્રતિબંધો લાગૂ

નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રેસ્ટોરન્ટ, સિનેમાહોલ અને બસો 50 ટકા ક્ષમતાની સાથે ચાલશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાલ લેનારા ખેલાડીઓની તાલીમને છોડીને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.

Corona: મેટ્રો, બસ, રેસ્ટોરન્ટથી લઈને લગ્ન અને અંતિમ સંસ્કાર સુધી, દિલ્હીમાં અનેક પ્રતિબંધો લાગૂ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસને જોતા અરવિંદ કેજરીવાલ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જાહેર સમારહો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, સિનેમાઘર, જાહેર પરિવહન અને લગ્ન તથા અંતિમ સંસ્કાર જેવા કાર્યક્રમોમાં લોકોની હાજરીની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે નવા નિયમ રાત્રી કર્ફ્યૂની સાથે 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. ઓથોરિટીએ કહ્યુ કે, દિલ્હીમાં તમામ સામાજીક, રાજકીય, ખેલ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારહો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રેસ્ટોરન્ટ, સિનેમાહોલ અને બસો 50 ટકા ક્ષમતાની સાથે ચાલશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાલ લેનારા ખેલાડીઓની તાલીમને છોડીને સ્વિમિંગ પૂલ બંધ રહેશે. સ્ટેડિયમમાં દર્શકો હશે નહીં. ગ્રેડ-1થી નીચે તમામ સરકારી કર્મચારીઓ રોટેશનના આધાર પર ઘરેથી કામ કરશે. ખાનગી કાર્યાલયોમાં કામના કલાકો ઓછા કરવા અને ઘરેથી કામ કરવાના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. 

નવા આદેશ પ્રમાણે મહારાષ્ટ્રના તમામ હવાઈ યાત્રીકોએ આરટીપીસીઆર રિપોર્ટ આપવનો પડશે, જે 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. જો કોઈ યાત્રી આરટી-પીસીઆર રિપોર્ટ વગર આવશે તો તેને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. પરંતુ સરકારી અધિકારીઓને છૂટ આપવામાં આવી છે જો તે એસિમ્પ્ટોમેટિક છે. 

જાણો શું છે ગાઇડલાઇન

  • તમામ સામાજિક, રાજકીય, રમતો, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ છે,
  • વધુમાં વધુ 20 લોકોને અંતિમ વિધિમાં ભાગ લેવાની મંજૂરી છે,
  • લગ્નોમાં મહત્તમ 50 લોકો હોઈ શકે છે,
  • 50 ટકા ક્ષમતા સાથે  રેસ્ટોરન્ટ, બાર ચાલશે
  • મહારાષ્ટ્રથી આવતા વિમાન મુસાફરોએ આરટી-પીસીઆર રિપોર્ટ લાવવો જરૂરી છે, જેનો સમય 72 કલાકથી વધુ ન હોવો જોઈએ. જો નહીં, તો 14 દિવસ અનિવાર્ય રૂપે અલગ કરવામાં આવશે,
  • દિલ્હી મેટ્રો, ડીટીસી, ક્લસ્ટર બસ 50૦% ક્ષમતા સાથે દોડશે,
  • રાષ્ટ્રીય અને વૈશ્વિક કાર્યક્રમોમાં ભાગ લેનારા ખેલાડીઓની તાલીમ સિવાય સ્વીમીંગ પુલો બંધ રહેશે.
  • થિયેટરો, મલ્ટીપ્લેક્સમાં, ફક્ત 50 ટકા લોકો જ બેસી શકશે,
  • કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે,
  • આંતર-રાજ્ય અને આંતર-રાજ્યમાં લોકો અને માલની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news