અયોધ્યા કેસ: મધ્યસ્થતા દ્વારા આવશે ઉકેલ, શ્રી શ્રી રવિશંકર સહિત 3 સભ્યોની પેનલ બનાવાઈ

અયોધ્યા મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની પેનલના ચુકાદાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ વાંચી સંભળાવ્યો હતો.

અયોધ્યા કેસ: મધ્યસ્થતા દ્વારા આવશે ઉકેલ, શ્રી શ્રી રવિશંકર સહિત 3 સભ્યોની પેનલ બનાવાઈ

નવી દિલ્હી: અયોધ્યા મામલે મધ્યસ્થતાને લઈને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની પાંચ સભ્યોની પેનલના ચુકાદાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ વાંચી સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલે પક્ષકારો મધ્યસ્થતાથી જ ઉકેલ લાવે. કોર્ટે મધ્યસ્થતા માટે 3 સભ્યની કમિટીની રચના કરી. આ  કમિટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ(રિ). એફ એમ ઈબ્રાહિમ ખલિફુલ્લાહ, અધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ સામેલ છે.  બુધવારે સુપ્રીમ કોર્ટે બંને પક્ષો સાથે આ મામલાનો ઉકેલ વાતચીત દ્વારા લાવવાને લઈને મધ્યસ્થતા પર ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ હિન્દુ પક્ષકારોમાં રામલલા વિરાજમાન અને હિન્દુ મહાસભાએ મધ્યસ્થતા પર ઈન્કાર કર્યો કર્યો હતો. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા માટે 8 સપ્તાહનો સમય છે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલને 4 અઠવાડિયામાં પ્રગતિ રિપોર્ટ આપવા જણાવ્યું છે. મધ્યસ્થતા પેનલ ફૈઝાબાદમાં બેસશે. રાજ્ય સરકાર મધ્યસ્થતા પેનલને સુવિધાઓ આપશે. કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા તરત શરૂ થાય. તેને શરૂ કરવામાં એક સપ્તાહથી વધુનો સમય ન લાગે. આ સાથે જ કોર્ટે કહ્યું કે વિવાદની પતાવટ વખતે મીડિયા રિપોર્ટિંગ થશે નહીં. 

— ANI (@ANI) March 8, 2019

કોર્ટના નિર્ણય બાદ હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણીએ કહ્યું કે અમે ઈચ્છતા હતા કે શ્રી શ્રી રવિશંકર તેની પહેલ કરે. અમે સ્વાગત કરીએ છીએ. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાના પેનલના નામ પોતાના તરફથી સૂચવ્યાં છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે પક્ષો પાસે નામ માંગ્યા હતાં પરંતુ કોઈએ કોઈ નામ સૂચવ્યા નહતાં. 

સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સતેન્દ્ર દાસે કહ્યું હતું કે મસ્જિદ બદલી શકાય છે. રામ મંદિર બદલી શકાય નહીં. રામલલાના મુખ્ય પૂજારીએ કહ્યું હતું કે અયોધ્યામાં જ રામ મંદિર બનશે. તેમણે કહ્યું કે મધ્યસ્થતા અગાઉ પણ થઈ ચૂકી છે. આ અગાઉ હિન્દુ મહાસભાના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે તમામ પક્ષો રાજી થાય તો મધ્યસ્થતા માટે અમે પણ રાજી છીએ. મહાસભાએ કહ્યું હતું કે મધ્યસ્થતાથી તમામ વિવાદોનો ઉકેલ આવી શકે છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ બુધવારે સુપ્રીમ કોર્ટે બંને પક્ષો સાથે આ મામલાનો ઉકેલ વાતચીત દ્વારા લાવવાને લઈને મધ્યસ્થતા પર ચુકાદો અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષકારોમાં રામલલા વિરાજમાન અને હિન્દુ મહાસભાએ મધ્યસ્થતા પર ઈન્કાર કર્યો કર્યો હતો. 

આ બાજુ વધુ એક હિન્દુ પક્ષકાર નિર્મોહી અખાડાએ કહ્યું હતું કે તેઓ મધ્યસ્થતા માટે તૈયાર છે. મુસ્લિમ પક્ષે પણ મધ્યસ્થતા પર સહમતિ વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન સૌથી પહેલા  એક હિન્દુ પક્ષના વકીલે કહ્યું હતું કે અયોધ્યા કેસને મધ્યસ્થતા માટે મોકલતા પહેલા પબ્લિક નોટિસ જારી કરવી  જોઈએ. હિન્દુ પક્ષકારની દલીલ હતી કે અયોધ્યા મામલો ધાર્મિક અને આસ્થા સાથે જોડાયેલો મામલો છે. તે માત્ર એક સંપત્તિ વિવાદ નથી. આથી મધ્યસ્થતાનો સવાલ જ નથી. 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમને આશ્ચર્ય છે કે વિકલ્પ અજમાવ્યા વગર જ મધ્યસ્થતાને કેમ ફગાવવામાં આવી રહી છે? કોર્ટે કહ્યું કે ભૂતકાળ પર આપણું નિયંત્રણ નથી પરંતુ અમે સારા ભવિષ્યની કોશિશ જરૂર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે વૈવાહિક વિવાદમાં કોર્ટ મધ્યસ્થતા માટે કહે છે તો તેના કોઈ પરિણામનું વિચાર કરતા નથી. બસ વિકલ્પ અજમાવવા માંગે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એ નથી વિચારતા કે કોઈ પક્ષે કોઈ વસ્તુનો ત્યાગ  કરવો પડશે. અમે જાણીએ છીએ કે આ આસ્થાનો મામલો છે અને અમે તેની અસર અંગે પણ જાણીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news