આઝમ ખાનનું વિવાદિત નિવેદન, સાંભળીને તમારા રૂંવાડા બેઠા થઇ જશે !
Trending Photos
લખનઉ : એર સ્ટ્રાઇકનાં મુદ્દે રાજનીતિકરણ કરવા મુદ્દે નેતાઓ એલફેલ નિવેદનો આપી રહ્યા છે. સમાજવાતી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને પણ આ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર આઝમ ખાને કહ્યું કે, "પહેલીવાર એવું થયું છે કે સર્જીકલ સ્ટ્રાઇકનાં નામે મત માંગવામાં આવી રહ્યા છે. એટલે કે સૈનિકોનાં જીવન પર મત ગણવામાં આવી રહ્યા છે. સરહદોના પણ સોદા થઇ રહ્યા છે. લોહીના સોદા થઇ રહ્યા છે. વર્દીઓનાં સોદા થઇ રહ્યા છે."
અગાઉ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ ભાજપ નીત કેન્દ્ર સરકારની વિરુદ્ધ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેણે લોકસભા ચૂંટણી જીતવાનાં એક માત્ર ઉદ્દેશ્ય સાથે પાકિસ્તાનનાં બાલકોટમાં હવાઇ હુમલાના આદેશ આપ્યા હતા. શ્રીનગરના સાંસદોએ આરોપ લગાવ્યો કે ભાજપ તમામ મોર્ચા પર નિષ્ફળ રહી અને સંપુર્ણ રીતે માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા પાકિસ્તાન સાથે લડાઇ કે ટક્કર થશે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અવતાર સ્વરૂપે સામે આવ્યા. પાકિસ્તાન વગર ભારતના રાજકારણનું ગુજરાત ચાલે તેમ જ નથી.
પત્રકારોને કહ્યું કે, આ સર્જિકલ સ્ટ્રાઇક સંપુર્ણ રીતે ચૂંટણી માટે માત્ર ચૂંટણીના ઉદ્દેશ્યથી જ કરવામાં આવી હતી. અમે કરોડો રૂપિયાના મુલ્યનુંવિમાન ગુમાવી દીધું. જો કે સદનસીબે ભારતીય પાયલોટ જીવીત બચી ગયો અને સન્માન સાથે પાકિસ્તાનથી પરત પણ ફરી શક્યો છે.
અબ્દુલ્લાએ કહ્યું કે, સંસદમાં આપણને ખબર છે કે તમામ બીજા મોર્ચાઓ પર નિષ્ફળ થઇ ચુક્યા છીએ. અને કાશ્મીરમાં પાકિસ્તાનની સાથે લડાઇ કે ટક્કર થશે જેથી એક પ્રકારે તેઓ અવતાર બની જાય જેના વગર ભારત ચાલી જ શકે નહી પરંતુ હું તેમને જણાવવા માંગુ છું કે હું કે તેઓ રહે કે ના રહે ભારત જીવીત રહેશે અને આગળ વધતું રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે