OMG! આ ભારતીય જ્યોતિષીએ 7 મહિના પહેલા જ શેખ હસીના વિશે કરી દીધી હતી ભવિષ્યવાણી?
Bangladesh Unrest: સોમવારે પ્રશાંત કિની નામના એક જ્યોતિષીએ સોશિયલ મીડિયા પ્લેટોફોર્મ એક્સ પર એક જૂની પોસ્ટ શેર કરી. 14 ડિસેમ્બર 2023ના રોજ પોતાની પોસ્ટમાં કિનીએ પ્રધાનમંત્રી હસીના માટે મુસીબતની ભવિષ્યવાણી કરી હતી.
Trending Photos
બાંગ્લાદેશમાં હાલ અરાજકતાનો માહોલ છે. કારણ કે પ્રધાનમંત્રી શેખ હસીના રાજીનામું આપીને દેશ છોડી જતા રહ્યા. તેઓ એક સૈન્ય વિમાનથી ભાગીને ભારત પહોંચ્યા. ત્યારબાદ સેનાએ સત્તાને પોતાના હાથમાં લીધી જેનાથી દેશના સંકટપૂર્ણ ઈતિહાસમાં એક અનિશ્ચિત દૌર ખતમ થયો અને બીજો દૌર શરૂ થયો. હસીનાના દશ છોડીને ભાગવાના સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો પીએમ આવાસ પહોંચ્યા અને તોડફોડ મચાવી અને લૂંટફાટ કરી. અત્રે જણાવવાનું કે છેલ્લા બે દિવસમાં સરકાર વિરોધી પ્રદર્શનોમાં 100થી વધુ લોકોના જીવ ગયા છે.
સાત મહિના પહેલા થઈ ગઈ હતી ભવિષ્યવાણી?
વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ હસીના સરકારની વિવાદાસ્પદ કોટા સિસ્ટમ છે. આ સિસ્ટમ 1971ના મુક્તિ સંગ્રામના લડવૈયાના પરિવાર માટે 30 ટકા નોકરી અનામત રાખે છે. સોમવારે પ્રશાંત કિની નામના એક જ્યોતિષીએ સોશિયલ મીડિયા પ્લેટોફોર્મ એક્સ પર એક જૂની પોસ્ટ શેર કરી. 14 ડિસેમ્બર 2023ના રોજ પોતાની પોસ્ટમાં કિનીએ પ્રધાનમંત્રી હસીના માટે મુસીબતની ભવિષ્યવાણી કરી હતી. તેમણે મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન સાવધાન રહેવાની સલાહ આપી હતી. એ પણ જણાવ્યું હતું કે તેમણે હત્યાના પ્રયત્નોનો સામનો કરવો પડી શકે છે.
I have Already predicted Sheikh Haseena will be in trouble in August 2024 ,
Is she flee her country !!!! https://t.co/WePWMaOOkP
— Prashanth Kini (@AstroPrashanth9) August 5, 2024
રિપોસ્ટ કરીને કહી આ વાત
તખ્તાપલટ બાદ પ્રશાંત કિનીએ ફરીથી પોસ્ટ શેર કરીને લખ્યું કે ઓગસ્ટ 2024માં હસીનાની પરેશાનીઓ અંગે તેમની ભવિષ્યવાણી સાચી પડી અને તેમણે અનુમાન લગાવ્યું કે શું તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. આ બધા વચ્ચે બાંગ્લાદેશ સેના પ્રમુખે કહ્યું કે તેમણે રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરીને તેમને જણાવ્યું કે સેના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળશે. જો કે આ બેઠકમાં હસીનાની અવામી લીગ પાર્ટીના કોઈ નેતા નહતા. દેશભરમાં વિરોધ પ્રદર્શન ફેલાઈ જવાના કારણે સેના પ્રમુખે સેના અને પોલીસ બંનેને કોઈ ગોળી ન છોડવાના આદેશ આપ્યા હતા જેથી કરીને સ્થિતિને વધુ ખરાબ થતી અટકાવી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે