ટ્રાઇ ટી20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ જાહેર, ઈજા બાદ ઝુલનની વાપસી
ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મહિલા ટી20 ત્રિકોણીય શ્રેણી માટે બીસીસીઆઈએ ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. ઝુલન ગોસ્વામીની ઈજા બાદ વાપસી થઈ છે.
- ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાંથી બહાર હતી ઝુલન
- ટી20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ સાથે રમશે ભારત
- હરમનપ્રીત કેપ્ટન અને સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
Trending Photos
મુંબઈઃ અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ બુધવારે ત્રિકોણીય ટી20 શ્રેણી માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેની જાણકારી આપી છે. અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. હરમનપ્રીત ટીમનું નેતૃત્વ કરશે. તાન્યા ભાટીય વિકેટકીપર હસે. ટીમમાં વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી.
બીસીસીઆઈએ કહ્યું, અખિલ ભારતીય પસંદગી સમિચિએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે 22 માર્ચથી શરૂ થનારી ત્રિકોણીય ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણીની તમામ મેચ મુંબઈમાં રમાશે. આ શ્રેણી પહેલા રમાનારા બે પ્રેક્ટિસ મેચ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ કહ્યું કે ઈન્ડિયા-એ ટીમની કમાન મેઘનાને સોંપવામાં આવી છે.
ભારત ત્રિકોણીય ટી20 શ્રેણીની પ્રથમ મેચ 22 માર્ચે મુંબઈના સીસીઆઈ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. ત્યારબાદ 23 માર્ચે બીજી મેચ ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે, 25 માર્ચે ત્રીજી મેચ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે, 26 માર્ચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, 28 માર્ચે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ, 29 માર્ચે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ તમામ મેચ સીસીઆઈ મુંબઈમાં રમાશે.
આ શ્રેણીની ફાઇનલ સીસીઆઈમાં 31 માર્ચે રમાશે. આ પહેલા 18 અને 18 માર્ચે પ્રેક્ટિસ મેચ રમાશે.
ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મ-તિ મંધાના, મિતાલી રાજ, વેદા કૃષ્ણામૂર્તિ, જેમિમાહ રોડ્રિગેસ, અંજલી પાટિલ, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, રૂમેલી ધાર અને મોના મેશરામ.
ઈન્ડિયા-એ મહિલા ટીમઃ એસ મેઘના, વીઆર વનીતા, ડી. હેમલતા, મોનિકા દાસ, તરન્નુમ પઠાન, પ્રિયંકા પ્રિયદર્શની, અરૂંધતી રેડ્ડી, આર. કલ્પના, રાદા યાદવ, કવિતા પાટિલ, શાંતિ કુમારી, પ્રીતિ બોસ, શેરલ રોજારિયા અને હરલીન દેઓલ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે