રિઝર્વ બેંક પાસે ખુબ જ સીમિત અધિકાર જેથી નિલકંઠ બન્યા સિવાય છૂટકો નથી: ઉર્જીત

આ પ્રકારનાં ગોટાળાઓનાં કારણે સામાન્ય માણસ કરતા અનેક ગણું વધારે દર્દ રિઝર્વ બેંકને થાય છે પરંતુ તેનાં હાથ બંધાયેલા છે

રિઝર્વ બેંક પાસે ખુબ જ સીમિત અધિકાર જેથી નિલકંઠ બન્યા સિવાય છૂટકો નથી: ઉર્જીત

નવી દિલ્હી - PNB સહિત દેશભરમાં બૅંકિંગ કૌભાંડો વિશેની ચર્ચા પર બોલતા ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર ઉર્જિત પટેલે દ્વારા સૌપ્રથમ વખત પોતાનું મૌન તોડ્યુ હતુ. પટેલે  જણાવ્યું હતું કે બેન્ક ક્ષેત્રે છેતરપિંડી અને અનિયમિતતાથી બેંકમાં બેસી રહેલા લોકો ને પણ ગુસ્સો આવે છે, અને દુઃખ થાય છે. બેંકિંગ કૌભાંડ કેટલાક વેપારીઓ અને બૅન્ક અધિકારીઓ દ્વારા મળીને દેશના ભવિષ્ય સાથે ચેડા કરવા સમાન છે.

જો કે  તેમણે જણાવ્યું હતું કે, '' જો આપણા પર કોઇ પથ્થર ફેંકી દે છે અને અમને નીલકંઠની જેમ વિષ-પર્ણ કરવો પડે તો આપણે એને કર્તવ્ય તરીકે સ્વીકારી લઇ છીએ. '' પી.એન.બી. કૌભાંડ અંગે આરબીઆઈ ની છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર ટીકા થઈ રહી છે, ત્યારે RBI એ કડક પગલું નહી ઉઠાવવા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે, આ અંગે RBI ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું કે RBI આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે દરેક જગ્યાએ હાજર રહી શકે નહી. તેમણે જણાવ્યું હતું કે અનેક વેપારીઓ છે, જેઓ બેંક અધિકારીઓની સંકલનથી દેશને લુટી રહ્યા છે. તેના થી દેશનું નુકશાન થાય છે બેન્કિંગ સેક્ટરને આ સ્થાને થી બહાર લાવવા માટે RBI હંમેશાં તૈયાર રહેશે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં લેક્ચર આપતા પટેલે કહ્યું કે, સ્પષ્ટ રીતે કહીએ તો આ પ્રકારની ગતિવિધિઓ કેટલાક વેપારીઓ દ્વારા બેંકો સાથે સાંઠગાઠ કરીને દેશને લૂંટવા સમાન છે. જો કે આ પ્રકારની ઘટનાઓનાં ઉકેલ માટે જરૂરી તમામ પગલા ઉઠાવાઇ રહ્યા છે. મિથકોનું ઉદાહરણ આપતા અને ગઠબંધનને સમાપ્ત કરવા માટે જે કાંઇ પણ કરવું જરૂરી છે તે કરવામાં આવી રહ્યું છે. હાલ દેશની અર્થવ્યવસ્થામાં તે પ્રકારે મંથન થઇ રહ્યું છે જે પ્રકારે મંદાર પર્વતથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, જ્યા સુધી આ સમગ્ર કિસ્સો પુરો નથી થઇ જતો અને દેશનાં ભવિષ્ય માટે સ્થિરતાનું અમૃત પ્રાપ્ત નથી કરવામાં આવતું, કોઇને કોઇ વ્યક્તિએ તો મંથનમાંથી નિકળનારા વિષનું પાન કરવું પડશે.

બીજી તરફ પટેલે જણાવ્યું કે લોકો દ્વારા તેમનાં પર ઉછાળવામાં આવી રહેલા કિચ્ચડનો સામનો કરવા માટે તેઓ અને આરબીઆઇ સંપુર્ણ તૈયાર છે. જો કે 2016માં બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇનનું પાલન નથી કરવામાં આવ્યું. આરબીઆઇની પાસે સીમિત અધિકાર છે. જેનાં કારણે કેટલીક બાબતોમાં રિઝર્વ બેંકનાં હાથ બંધાવેલા હોય છે. બેંકો પર NPAનું 8.5 લાખ કરોડ રૂપિયાનો ભાર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news