દેવેન્દ્ર ફડણવીસથી લઈને લતા મંગેશકર સુધી.. આ તમામ હતા ભૈય્યૂજી મહારાજના અનુયાયી

અન્ના હજારેના નેતૃત્વમાં ઈન્ડિયા અગેન્ટ્સ કરપ્શન (આઈએસી) જ્યારે પોતાના ચરમ પર હતું ત્યારે તેમણે મધ્યસ્થીની  ભૂમિકા ભજવી હતી. 

   દેવેન્દ્ર ફડણવીસથી લઈને લતા મંગેશકર સુધી.. આ તમામ હતા ભૈય્યૂજી મહારાજના અનુયાયી

નવી દિલ્હીઃ આદ્યાત્મિક ગુરૂ ભૈય્યૂજી મહારાજે મંગળવારે કથિત રૂપથી પોતાને ગોળીમારીને આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ બોમ્બે હોસ્પિટલમાં સારવાદ દરમિયાન તેમનું મોત થયું. તેમનું મૂળ નામ ઉદયસિંહ દેશમુખ હતું. ભૈય્યૂજી મહારાજના નિધન બાદ તેમના સમર્થકો હોસ્પિટલ બહાર એકઠા થયા હતા. 

ભૈય્યૂજી મહારાજનું આશ્રમ ઈન્દોર શહેરમાં છે અને તેમના અનુયાયીઓમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક મોટા નેતાઓ, લતા મંગેશકર સહિત ઘણી નામચિન્હ હસ્તિઓ સામેલ હતી. 

જાણવા મળી રહ્યું છે કે, તેમના આશ્રણમાં સૌથી પહેલા આવનાર વીઆઈપી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ હતા. ત્યારબાદ રાજનીતિ, સિનેમા અને કોર્પોરેટ જગતના ઘણા મોટો નામ આશ્રણમાં આવી ચૂક્યા છે. 

તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પીએમ નરેન્દ્ર મોદી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને મનસેના રાજ ઠાકરે, લતા મંગેશકર, આશા ભોંસલે, અનુરાધા પૌડવાલ, ફિલ્મ એક્ટર મિલિંદ ગુણાની પણ સામેલ છે. 

અન્ના હજારેના નેતૃત્વમાં ઈન્ડિયા અગેન્ટ્સ કરપ્શન (આઈએસી) જ્યારે પોતાના ચરમ પર હતું ત્યારે તેમણે મધ્યસ્થીની  ભૂમિકા ભજવી હતી.ભૈય્યૂ મહારાજ પોતાના અનુયાયીઓમાં ભય્યૂ મહારાજના નામથી જાણીતા હતા. તેઓ પોતાના આધ્યાત્મિક અને સામાજિક કાર્ય માટે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખૂબ લોકપ્રિય હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news