MP: તણાવમાં હતા ભય્યૂજી મહારાજ, સુસાઇડ નોટમાં લખ્યું, મારા મોત માટે કોઇ જવાબદાર નથી

આધ્યાત્મિક ગુરૂ ભય્યુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ભય્યૂજી મહારાજે પોતાને ગોળી મારતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. 

 

  MP: તણાવમાં હતા ભય્યૂજી મહારાજ, સુસાઇડ નોટમાં લખ્યું, મારા મોત માટે કોઇ જવાબદાર નથી

ઈન્દોરઃ આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. બોમ્બે હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મોત બાદ તેમના અનુયાયી અને દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ભય્યૂજી મહારાજે પોતાની જાતને ગોળી મારતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. 

ભય્યૂજી મહારાજે એક પેઇજની સુસાઇડ નોટમાં લખ્યું કે, તેઓ જિંદગીના તણાવથી પરેશાન થઈ ગયા છે. મારા મોત માટે કોઇ જવાબદાર નથી. 

મહત્વનું છે કે ઈન્દોરમાં હાલમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાને તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો, જે લેવાનો તેમણે ઈનકાર કર્યો હતો. 29 એપ્રિલ 1968માં મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના શુલાજપુરમાં જન્મેલા ભય્યૂજીના ચાહકો વચ્ચે ધારણા છે કે, તેમને ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ પ્રાપ્ત છે. શુજાલપુરના જમીનદાર પરિવારમાંથી આવતા ભય્યૂજી મહારાજ દેશના દિગ્ગજ રાજનેતાઓના સંપર્કમાં હતા. 

મધ્યપ્રદેશાં ભય્યૂજી મહારાજને પણ રાજ્યમંત્રીનો દરજ્જો પ્રાપ્ત હતો. થોડા સમય પહેલા જ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. તે સિવાય 4 અન્ય સંતને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

ભય્યૂજી મહારાજ મોડલ પણ રહી ચૂક્યા છે. મોડલિંગનું કેરિયર છોડીને તેમણે આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો હતો. તેઓ સિયારામ શૂટિંગમાં મોડલ રહી ચૂક્યા છે. તેઓ બીજા આધ્યાત્મિક ગુરૂ કરતા અલગ હતા. તેઓ ક્યારેક ખેતરમાં કામ કરતો દેખાતા તો ક્યારેક ક્રિકેટ રમતા જોવા મળતા હતા. ઘોડેસવારી અને તલવારબાજીમાં પણ મહારથી હતા. આલીશાન ભવનમાં રહેતા ભય્યૂજી મહારાજ મર્સિડીઝ જેવી મોંઘી ગાડી અને રોલેક્સની ઘડિયાળ પહેરવાનું પસંદ કરતા હતા. 

ભય્યૂજી મહારાજ ગ્લોબલ વોર્મિંગથી પણ ચિંતિત હતા, તેથી તેઓ ગુરૂ દક્ષિણાના નામ પર એક વૃક્ષ વાવવાનું કહેતા હતા. અત્યાર સુધી 18 લાખ વૃક્ષ રોપાવ્યા છે. આદિવાસી જિલ્લા દેવાસ અને દારમાં તેમણે આશરે એક હજાર તળાવ ખોદાવ્યા છે. તેઓ નારિયલ, શાલ, ફૂલમાળા પણ સ્વીકારતા ન હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news