નહીં ભરવું પડે લાઈટ બિલ! મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, જાણો કોને મળશે લાભ
PM Surya Ghar Muft Bijli Yojana: આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં મોદી સરકારની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતઃ બિલ ભર્યા વિના જ ઝગમગશે લાખો ઘરો. જાણી લો આ સરકરી યોજના વિશે.
Trending Photos
Free Electricity Scheme Approved: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી આખરે એ નિર્ણય લેવાયો. આખરે સરકારે પબ્લિકની સામે જોયું અને જાહેર કરી વીજ બિલ અંગેની મહત્ત્વની યોજના. PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી મળી ગઈ છે. જે અંતર્ગત લાખો ઘરોમાં એક સાથે બિલ વિના વિજળી ચાલશે. લાખો ઘરો ઝગમગશે. આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકશે એ વાત પણ જાણી લો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે આ સાથે એક કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે. આ સિવાય 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે.
મોદી સરકારે આપી જબરદસ્ત યોજનાને લીલી ઝંડીઃ
1 કરોડ ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાવાશે, સરકાર દરેક પરિવારને 78,000 રૂપિયાની સબસિડી આપશે. જાણો સમગ્ર યોજના વિશે વિગતવાર. PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે આ સાથે એક કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે. આ સિવાય 15,000 રૂપિયાની વાર્ષિક આવક પણ થશે. સરકાર 2 કિલોવોટ સુધીના સોલાર પ્લાન્ટ માટે 60 ટકા સબસિડી આપશે, ત્યારબાદ જો 1 કિલોવોટ વધુ વધારવી હશે તો 40 ટકા સબસિડી આપવામાં આવશે. દરેક પરિવારને સોલાર પ્લાન્ટ લગાવવા માટે લગભગ 78,000 રૂપિયા સબસિડી મળશે.
Cabinet approves 'PM-Surya Ghar: Muft Bijli Yojana' for installing rooftop solar in one crore households
Read @ANI Story | https://t.co/WDDeQgIQ1X#AnuragThakur #SolarEnergy #CabinetDecision pic.twitter.com/McFBXAvlnB
— ANI Digital (@ani_digital) February 29, 2024
લાખો ઘરો ઝગમગી ઉઠશેઃ
આ યોજના માટે રૂ. 75,000 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જો આરડબ્લ્યુએ અથવા જૂથ હાઉસિંગ સોસાયટી સામાન્ય લાઇટિંગ અથવા ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર માટે પ્લાન્ટ સ્થાપવા માંગે છે, તો 18,000 રૂપિયા પ્રતિ કિલોવોટની સબસિડી આપવામાં આવશે.
પીએમ મોદીએ જાહેરાત કરી હતીઃ
તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે 'PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના'ની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમ (છત પર સૌર ઊર્જા)ને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રીએ તમામ રહેણાંક ગ્રાહકોને, ખાસ કરીને યુવાનોને 'PM Suryaghar.gov.in' પર અરજી કરીને PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને મજબૂત કરવા વિનંતી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે