બિહાર પેટાચૂંટણી પરિણામઃ CM નીતીશ કુમારે આપી ત્રણેય વિજયી ઉમેદવારોને શુભેચ્છા

બિહાર પેટાચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મુખ્યપ્રધાન નીતીશ કુમારે ત્રણેય વિજય ઉમેદવારને શુભેચ્છા આપી છે. 

Updated By: Mar 14, 2018, 10:14 PM IST
 બિહાર પેટાચૂંટણી પરિણામઃ CM નીતીશ કુમારે આપી ત્રણેય વિજયી ઉમેદવારોને શુભેચ્છા
મુખ્યપ્રધાન નીતીશ કુમાર (ફાઇલ ફોટો)

પટનાઃ બિહાર પેટાચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મુખ્યપ્રધાન નીતીશ કુમારે ત્રણેય વિજયી ઉમેદવારને શુભેચ્છા આપી છે. રાજદે તેને અસત્ય પર સત્યની જીત ગણાવી જ્યારે ભાજપે તેને સહાનુભૂતિની લહેર ગણાવી. મુખ્યપ્રધાન કાર્યાલયથી જારી એક પ્રેસ રીલિઝ અનુસાર નીતીશે ભભુઆથી રિંકી પાંન્ડેય, જહાનાબાદથી કુમાર કૃષ્ણ મોહન તથા અરરિયાથી સરફરાઝ આલમને પેટાચૂંટણીમાં જીતવા બદલ શુભેચ્છા આપી. જ્યારે બિહારના નાયબ મુખ્યપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, બિહારની ત્રણેય સીટો પર દિવંગત જનપ્રતિનિધિઓના પરિવાર પ્રત્યે મતદાતાઓની માનવીય સહાનુભૂતિનો ઉંડો પ્રભાવ રહ્યો, તેથી આ ચૂંટણી પરિણામનો કોઈ રાજનીતિક અર્થ કાઢવો જોઈએ નહીં. 

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું, ષડયંત્ર અને સાજિશનું કડવું તેલ જેટલું લાલૂ પર ફેંકશો તેટલું તેની પર પણ ઉડશે. તેમણે કહ્યું, બિહારની મહાન ન્યાયપ્રિય જનતાને કોટિ-કોટિ પ્રણામ. આ અસત્ય પર સત્યની જીત છે. લાલૂ ચારા કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં રાંચી જેલમાં બંધ છે. તેના સહયોગી સમયે સમયે તેના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરે છે. 

રાજગના બાગી નેતા શરદ યાદવના સમર્થક માની રહ્યાં છે આ પરિણામ તેની ખાત્રી કરનારા છે. નીતીશ જ્યારે બીજેપી સાથે ગયા ત્યારે શરદે અસહમતી દર્શાવતા વિદ્રોહ કર્યો હતો. શરદે કહ્યું, આ જીત જનતા અને મહાગઠબંધનની જીત છે. આ ચૂંટણીમાં નજતાનો મુકાબલો રાજગ સાથે હતો. જનાદેશનું અપમાન કરનારને પાઠ ભણાવવો જરૂરી છે. 

પૂર્વ ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ટ્વીટ કરીને કહ્યું, તમે લાલૂને નહીં એક વિચારને કેદ કર્યો છે. આ વિચાર અને ધારા તમને ચૂર ચૂર કરશે. વિધાનસભામાં નેતા વિપક્ષે કહ્યું, અમે જનતાની અદાલતમાં વિનમ્રતા સાથે પોતાની વાત રાખી. જનતાએ પ્રેમથી વિનમ્રતા અને શક્તિ પ્રદાન કરી છે. બાકી લોકતંત્રમાં જીત-હારતો ચાલ્યા રાખે છે.