Bihar Hooch Tragedy: બિહારમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોત બાદ હાહાકાર, સવાલોના ઘેરોમાં નીતિશ સરકાર

દારુ પર પ્રતિબંધ લગાવતા બિહારમાં ઝેરી દારૂએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. સારણ જિલ્લામાં દારૂ પીવાથી અત્યાર સુધીમાં 21 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. તે જ સમયે, અડધા ડઝન લોકોની હાલત ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે બધાએ સાથે મળીને દારૂ પીધો હતો.

Bihar Hooch Tragedy: બિહારમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોત બાદ હાહાકાર, સવાલોના ઘેરોમાં નીતિશ સરકાર

છપરાઃ દારૂબંધીવાળા બિહારમાં ફરી ઝેરી દારૂનો કહેર જોવા મળ્યો છે. સારણ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો વધીને 21 પહોંચી ગયો છે. તેમાં સૌથી વધુ મસરખના 10 લોકોના મોત થયા છે. જ્યારે અમનૌરના ત્રણ તથા મઢૌરાનો એક વ્યક્તિ સામેલ છે. તો બીમાર પડેલા ઘણા લોકોએ આંખની રોશની ઘટી જવાની ફરિયાદ પણ કરી છે. 

તો ઘણા લોકોની સારવાર સદર હોસ્પિટલ તથા પટનાની પીએમસીએચમાં ચાલી રહી છે. મૃતકોના ઘણા પરિવારજનો બીમારીથી મોત થવાની વાત પણ કહી રહ્યાં છે. પોલીસ તંત્ર આ ઘટના પર કોઈ માહિતી આપવાનો ઇનકાર કરી રહ્યું છે. પોલીસ કેપ્ટન સંતોષ કુમારે કહ્યુ કે, આ મામલાની હજુ તપાસ ચાલી રહી છે. ઘટના બાદ સોમવારની રાત્રે સદર હોસ્પિટલમાં પોલીસ જવાનોની તૈનાતી કરી દેવામાં આવી હતી. 

ગ્રામજનોએ લાશને રાખીને સ્ટેટ હાઈવે જામ કરી દીધો
આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ મસરખ હનુમાન ચોક સ્ટેટ હાઈવે-90 પર મૃતદેહ મૂકીને બ્લોક કરી દીધો છે. સ્થાનિક ગ્રામજનો જિલ્લા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મશરખમાં ગ્રામજનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. નારાજ લોકોને મનાવવા માટે અનેક પોલીસ સ્ટેશનની પોલીસની સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે.

ઘટનાના સંબંધમાં, ગામલોકોએ જણાવ્યું કે ઈસુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોઈલાથી લાવેલી ઝેરી દારૂ પીવાથી અમાનૌર, મધૌરા અને મશરખ બ્લોકના 21 લોકોના મોત થયા છે. ઘણા ગંભીર રીતે બીમાર છે. તમામ બીમાર લોકોને મસરક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંથી એક વ્યક્તિને છપરા સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. તેની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સોમવારે રાત્રે લોકોએ પીધો હતો દારૂ
જાણવા મળી રહ્યું છે કે બધા લોકોએ સોમવારે રાત્રે એક જગ્યા પર દારૂ પીધો હતો. ત્યારબાદ મંગળવારે તેની સ્થિતિ ખરાબ થવા લાગી. સાંજે બધાને મસરખ સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ છપરા રેફર કરવા પર ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. મસરખના હનુમાનગંજ નિવાસી અજય કુમારે જણાવ્યુ કે ડોયલા બજારમાં તેણે મુકેશ શર્મા સાથે દારૂ પીધો હતો. જાણવા મળ્યું કે દારૂનો જથ્થો ડોયલા, બહરૌલી, અમનૌરમાં પહોંચ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news