Video Viral: નદીમાં તરતા દેખાયા ચલણી નોટોના ઢગલાબંધ બંડલ! પૈસા લેવા નદીમાં કુદવા લાગ્યા લોકો
નદીમાં ચલણી નોટોના બંડલો તરતા હોવાની વાતે જોર પકડ્યું છે. એટલું જ નહીં આ પ્રકારનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ એક અફવાહ પણ હોઈ શકે છે. હાલ આની તપાસ થઈ રહી છે.
Trending Photos
બિહારઃ બિહારના સાસારામના મુફસ્સિલ થાના ક્ષેત્રમાં નદીમાં કથિત રીતે મોટી માત્રામાં ચલણી નોટો તરતી જોવા મળી હોવાની ખબર સામે આવી. એટલું જ નહીં આ ચલણી નોટોને શોધવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હોવાનું પણ સાને આવ્યું.
#WATCH बिहार: सासाराम के मुफस्सिल थाना क्षेत्र में नदी में कथित तौर पर भारी मात्रा में नकदी मिलने की ख़बर के बाद नदी में लोगों की भीड़ पैसे ढूंढती देखी गई।
(वायरल वीडियो) pic.twitter.com/zNXLBbgeXU
— ANI_HindiNews (@AHindinews) May 6, 2023
આસપાસના લોકો પાણીમાં ઉતરીને નોટો શોધતા હતાં. આ વિસ્તારના લોકો અને ત્યાંથી પસાર થતા લોકો પણ નદીમાં કુદી રહ્યાં હતાં. ખાસ કરીને નદીમાં 10 અને 100ની નોટોના બંડલ પડ્યાં હોવાની વાત ચર્ચામાં છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલાને લઈને પોલીસનું કહેવું છેકે, આ એક અફવાહ પણ હોઈ શકે છે. જોકે, તપાસ બાદ જ સત્ય શું છે એ બહાર આવશે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિવિધ પાસાઓને સાંકળીને તપાસ કરી રહી છે.
જોકે, એક વાત તો છેકે, નદીમાં નોટોના બંડલો તરતા હોવાની વાત વહેતી જતા લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ અત્યાર સુધી લાખો લોકોએ આ ખબર અંગે ચર્ચા કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે