Bihar: અટલ-અડવાણીની પ્રશંસા, નામ લીધા વગર મોદી પર હુમલો, જાણો શું બોલ્યા નીતિશ કુમાર

બિહારમાં નીતિશ કુમારની સરકારે આજે ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં છે. 
 

Bihar: અટલ-અડવાણીની પ્રશંસા, નામ લીધા વગર મોદી પર હુમલો, જાણો શું બોલ્યા નીતિશ કુમાર

પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં વિશ્વાસ મત પર બોલતા ભાજપ પર આકરા પ્રહારો કર્યાં છે. નીતિશ કુમારે કહ્યુ કે એનડીએ સરકારમાં તે મુખ્યમંત્રી બનવા ઈચ્છતા નહોતા, પરંતુ દબાવને કારણે બનાવવામાં આવ્યા હતા. નીતિશ કુમારે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને દિવંગત પીએમ અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરી અને નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમના પર હુમલો કર્યો હતો. 

મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે માત્ર 2020 વિધાનસભા ચૂંટણીની વાત ન કરો, ભૂતકાળની તે ચૂંટણીને પણ યાદ કરો જ્યારે જેડીયૂએ ભાજપ કરતા વધુ સીટો જીતી હતી. નીતિશ કુમારે આરોપ લગાવ્યો કે ભાજપ પ્રચાર કરે છે, કામ કરતી નથી. તેમણે કહ્યું, આઝાદીની લડાઈમાં તમે ક્યાં હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સમાજમાં ઝગડો કરાવવા ઈચ્છે છે. 

અટલ-અડવાણીની પ્રશંસા
મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ, અમે લોકોને ગામમાં રસ્તા પહોંચાડવાનું કામ કર્યું. રસ્તો ન હોય તેવું એક ગામ નથી. આ કેન્દ્ર સરકારને કારણે રસ્તા નથી, અમે કામ કર્યું છે. ગામોમાં રસ્તા બનાવવાનો નિર્ણય અટલજીની સરકારે લીધો હતો. બિહારના ગામડામાં રસ્તા બનશે તે સમયની સરકારે નિર્ણય લીધો હતો. અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી એક-એક વાત માનતા હતા. 

મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે, જે આડુઅવળું બોલશે તેને તક મળશે. જે બોલશે તેને કેન્દ્રમાં જગ્યા મળશે. ભાજપમાં સારા લોકોને તક નથી. મુખ્યમંત્રી નીતિશે ભાજપ પર આરો લગાવ્યો કે તે ગાંધીને ખતમ કરી રહી છે અને માત્ર તોફાનો કરાવવામાં ધ્યાન છે. નીતિશ કુમારે કહ્યુ કે, તેમની કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી, અમારી એક ઈચ્છા છે કે બધા સાથે મળીને બિહારને આગળ વધારીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news