પ્રિયંકાએ ભારત છોડીને રોહિંગ્યાઓ સાથે જ વસી જવું જોઇએ : કટિયાર
હિંદુઓનાં હત્યારા રોહિંગ્યા મુસ્લિમો પ્રત્યે પ્રિયંકાએ હમદર્દી દેખાડી પરંતુ દેશનાં નાગરિકો પ્રત્યે ન દેખાડી
Trending Photos
નવી દિલ્હી : યૂએન એમ્બેસેડર તરીકે રોહિંગ્યા શરણાર્થીથી બાંગ્લાદેશમાં પ્રિયંકા ચોપડાને મળવા અંગે ભાજપનાં નેતા કટિયારે ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને ભારત છોડવા માટે કહ્યું છે. રોહિંગ્યા શરણાર્થીઓ અંગે કટિયારે કહ્યું કે તે ન માત્ર બીજાનાં જીવન છીનવી લે છે, પરંતુ બીજા લોકોનું માંસ પણ ખાય છે. એક દિવસ પણ ખરાબ કર્યા વગર તેને અહીં રહેવા દેવામાં ન આવવા જોઇએ. તેમણે આ દેશથી બહાર ભગાવી દેવામાં આવવા જોઇએ.
પ્રિયંકા ચોપડા અંગે કટિયારે કહ્યું કે, તેમણે ત્યાં જવું ન જોઇતું હતું, આ તેમનો અંગત નિર્ણય હોઇ શકે છે. પરંતુ આ યોગ્ય નથી. જે લોકોને રોહિગ્યાઓ સાથે સહાનુભુતિ છે તેમને આ દેશણાં રહેવા માટેની પરવાનગી ન આપવામાં આવવી જોઇએ. કટિયારે કહ્યું કે, રોહિંગ્યાએ ઘણા બધા હિંદુઓને માર્યા છે, એટલા માટે તેમનું જીવવું દેશ માટે ખતરનાક છે.
તપાસ રિપોર્ટમાં આવ્યો હતો હિંદુઓની હત્યાનો મામલો
એમનેસ્ટી ઇન્ટરનેશનલે પોતાની એક તપાસ બાદ ઇશ્યું રિપોર્ટમાં કહ્યું કે, મ્યાંનમારમાં ગત્ત વર્ષે ઓગષ્ટમાં રોહિંગ્યા મુસ્લિમ કટ્ટરપંથીઓએ આશરે સૌ હિંદુઓનાં હૂમલામાં મારી નાખ્યા હતા. બીબીસીએ એમનેસ્ટીનાં રિપોર્ટનાં આધારે છાપ્યા છે કે, અરાકન રોહિંગ્યા સૈલ્વેશન આર્મી (અરસા) નામના સંગઠને એક અથવા બે સમૂહોમાં કરવામાં આવેલા કત્લેઆમ 99 હિંદુઓનાં જીવ લીધા હતા. જો કે અરસાએ આરોપોથી ઇન્કાર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે