VIDEO: રાહુલ ગાંધીને ગળે લગાવતા ગભરાવાનું કારણ છે તેમની છબી
રાહુલ ગાંધીની છબી અને તેમના લગ્ન નહી કરવાનાં કારણે તેમને ગળે લગાવીએ તો અમારી પત્ની અમારા પર શંકા કરી શકે છે
Trending Photos
નવી દિલ્હી : અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની વાત કહ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જઇને તેને ગળે લગાવી લીધા હતા. ત્યાર બાદ જ આ મુદ્દે બંન્નેપક્ષ એખબીજા પર નિશાન સાધી રહ્યા છે. પોતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, હવે જ્યારે તેઓ ભાજપના સાંસદો પાસેથી પસાર થાય છે, તેઓ તેનાથી ડરી જાય છે કે ક્યાંય તે પોતાની જાતને ગળે લગાવી લે.
રાહુલના આ નિવેદન અંગે ભાજપની તરફથી સાંસદ નિશિકાંત દુબેએ જવાબ આપ્યો છે. તેમણે સ્વિકાર કર્યો કે, હા ભાજપ સાંસદોને રાહુલ ગાંધીએ ગળે લગાવવાથી ડર લાગે છે. નિશિકાંત દુબેએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ભાજપના તમામ સાંસદો પરણિત છે. જ્યારે તેઓ ઘરે જશે તો તેમની પત્ની તેમને શું કહેશે. પત્ની કાં તો છુટાછેડા આપશે અને કારણ જણાવશે કે તમારા લક્ષણો સારા નથી.
#WATCH: Yes we do fear hugging Rahul Gandhi as our wives might divorce us after that. Also, Section 377 hasn't been scrapped as yet. If he gets married, we will hug him: BJP MP Nishikant Dubey on Rahul Gandhi statement 'Now BJP MPs take 2 steps back thinking I'll hug them' pic.twitter.com/gUVMeyjcgw
— ANI (@ANI) July 26, 2018
ઉલ્લેખનીય છે કે, જાણીતા પત્રકાર કરણ થાપરના પુસ્તક ડેવિલ્સ એડ્વોકેટની રિલીઝા પ્રસંગે તેમણે કહ્યું કે, હવે હું જ્યારે પણ જાઉ છું ભાજપના એમપી, મને જોઇને પાછઠ હટી જાય છે. તેમને ડર લાગે છે કે હું તેમને ગળે મળી શકું છું. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત અમે નફરતી કેદમાં રહેવાનું શિક્ષણ આપે છે. તેણે કહ્યું કે, હાલના સમયે ભારતમાં ખુબ જ વધારે ગુસ્સો અને નિરાશાનું વાતાવરણ છે. તેમણે કહ્યું કે, અમે કોઇની સાથે પુરી શક્તિથી લડી શકીએ છીએ અને સાથે સાથે તેમની સાથે નફરત કરવું જરૂરી નથી. આ તો તમારી મરજી પર નિર્ભર કરે છે. હું તેમના ગળે પણ મશી શકું છું અને સાથે જ આ મુદ્દાઓ પર લડાઇ પણ લડી શકું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે